પીએમ મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન જાપાન અને ચીનની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી. પ્રધાનમંત્રી 30 ઓગસ્ટે જાપાનની મુલાકાત લેશે. જ્યાં તેઓ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને મળશે.
આ દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ પછી તેઓ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિન શહેરમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે.
આ મુલાકાત દરમિયાન બંને પ્રધાનમંત્રીઓ ભારત અને જાપાન વચ્ચેની ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. જેમાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા અને લોકો-થી-લોકોના આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા ખાસ મૈત્રીપૂર્ણ બંધનને ફરીથી મજબૂત બનાવશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SGO) સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. સમિટ દરમિયાન પ્રધાનમંત્રી સમિટમાં હાજરી આપનારા અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે. જણાવી દઈએ કે, ભારત 2017થી SCOનું સભ્ય છે. ભારત 2022-23 દરમિયાન SCOના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની અધ્યક્ષતા કરશે.