For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

08:30 AM Oct 29, 2024 IST | revoi editor
pm મોદી સરકારી વિભાગો સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે.

Advertisement

દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમકે રેવન્યુ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતમાં નવા કર્મચારી કેન્દ્ર સરકારમાં જોડાશે.

નવનિયુક્ત ભરતીઓને iGOT કર્મયોગી પોર્ટલ પર ઉપલબ્ધ ઓનલાઈન મોડ્યુલ ‘કર્મયોગી પ્રારંભ’ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે. 1400થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે જે ભરતી કરનારાઓને તેમની ભૂમિકા અસરકારક રીતે નિભાવવા અને વિકસિત ભારત બનાવવાની દિશામાં કામ કરવા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement