For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પીએમ મોદી સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

12:09 PM Nov 15, 2025 IST | revoi editor
પીએમ મોદી સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે
Advertisement

સુરત: પ્રધાનમંત્રીના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગે લેશે. નર્મદામાં આજે રાષ્ટ્રીયકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેવમોગરા ધામમાં માતાજીની પૂજા-અર્ચના કરશે. સાતપુડાની ગિરિમાળામાં આવેલું આ ધામ આદિજાતિ સમાજના લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિજાતિ કલાકારો પરંપરાગત પરિવેશમાં મોદીનું સ્વાગત કરશે.

Advertisement

આ પ્રસંગે મોદી કેન્દ્ર સરકાર તરફથી અંદાજે સાત હજાર 667 કરોડ અને રાજ્ય સરકાર તરફથી અંદાજે બે હજાર 112 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સભાને પણ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સવારે સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ- અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરની કામગીરીની સમીક્ષા કરશે. તે ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સમાંનો એક છે.

દેશના હાઇ-સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે. MAHSR આશરે 508 કિલોમીટર લાંબો છે, જેમાં ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો સમાવેશ થાય છે. 47 કીલોમીટર લાંબો સુરત બિલીમોરા સેક્શનનું બાંધકામના અંતિમ તબક્કામાં છે. જેમાં સિવિલ વર્ક્સ અને ટ્રેક બિછાવવાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. સુરત સ્ટેશનની ડિઝાઇન શહેરના વિશ્વ-પ્રસિદ્ધ હીરા ઉદ્યોગથી પ્રેરિત છે, જે તેની ભવ્યતા અને કાર્યક્ષમતા બંનેને પ્રતિબિંબિત કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement