PM મોદી આવતીકાલે ખેડૂતો માટે બે મોટી યોજનાઓનો આરંભ કરાવશે
01:36 PM Oct 10, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ખેડૂતોને લક્ષ્યમાં રાખીને બે મહત્વપૂર્ણ યોજનાઓની ભેટ આપશે. આ યોજનાઓનો હેતુ કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી જે બે યોજનાઓનો પ્રારંભ કરાવશે તેમાં 'પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના' અને 'દલહન આત્મનિર્ભરતા મિશન'નો સમાવેશ થાય છે.
Advertisement
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દૂરદર્શનના માધ્યમથી દેશના તમામ ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ પ્રધાનમંત્રી મોદી દ્વારા થનારી આ મહત્વની જાહેરાતમાં જોડાઈને યોજનાઓની વિગતો જાણે અને તેનો લાભ લે. ખેડૂતોના કલ્યાણ અને કૃષિમાં આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશ સાથે આ બંને યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement