PM મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને CEO ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારતના સેમિકન્ડક્ટર અને એઆઈ મિશન પ્રત્યે ક્વાલકોમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપતી ટેકનોલોજીઓના નિર્માણ માટે અજોડ પ્રતિભા અને વિશાળતા પ્રદાન કરે છે.
ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ ક્રિસ્ટિયાનો આર. અમોને ભારત-એઆઈ અને ભારત સેમિકન્ડક્ટર મિશનના સમર્થનમાં ક્વાલકોમ અને ભારત વચ્ચે ભાગીદારીને મજબૂત બનાવવા અને 6Gમાં ફેરફારને લઈને થયેલી ઉપયોગી ચર્ચા માટે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે AI સ્માર્ટફોન, પીસી, સ્માર્ટ ગ્લાસ, ઓટોમોટિવ, ઔદ્યોગિક ક્ષેત્રો વગેરેમાં ભારતીય ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની તકો પર પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું હતું કે, "શ્રી ક્રિસ્ટિયાનો આર. અમોન સાથેની મુલાકાત ખૂબ જ સારી રહી અને અમે AI, નવીનતા અને કૌશલ્ય વિકાસમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. ભારતના સેમિકન્ડક્ટર અને AI મિશન પ્રત્યે ક્વાલકોમની પ્રતિબદ્ધતા જોઈને ખૂબ આનંદ થયો છે. ભારત એવી ટેકનોલોજી બનાવવા માટે અજોડ પ્રતિભા અને વિશાળતા પ્રદાન કરે છે જે આપણા સામૂહિક ભવિષ્યને આકાર આપશે.