For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

PM મોદીએ G-20 સમિટ દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

01:36 PM Nov 19, 2024 IST | revoi editor
pm મોદીએ g 20 સમિટ દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી
Advertisement

નવી દિલ્હીઃ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 19મી G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ બેઠકોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Advertisement

આ દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને ઈટાલીના સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઈટાલીની મિત્રતા વૈશ્વિક પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેક્નોલોજીમાં સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વાત ચીત કરાઈ. આ ઉપરાંત, સંસ્કૃતિ, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે પણ ચર્ચા કરાઈ. ભારત-ઈટાલીની મિત્રતા વિશ્વને સુધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

આ સિવાય પીએમ મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી. આ વાતચીતમાં ભારત અને નોર્વે વચ્ચે ખાસ કરીને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

Advertisement

અગાઉ સમિટ દરમિયાન, પીએમ મોદીએ ઈન્ડોનેશિયા અને પોર્ટુગલના નેતાઓ સાથે પણ વાતચીત કરી, આ દેશો વચ્ચે દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવી.

Advertisement
Tags :
Advertisement