PM મોદીએ ‘ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ માટે આભાર વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટ કરી અને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડના સન્માન માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર માન્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોવિડ-19 રોગચાળા દરમિયાન તેમના વ્યૂહાત્મક નેતૃત્વ અને અમૂલ્ય સમર્થન માટે પ્રતિષ્ઠિત ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એનાયત કરવામાં આવ્યો છે.
બાર્બાડોસમાં આયોજિત એક સમારોહમાં બાર્બાડોસના રાષ્ટ્રપતિ ડેમ સેન્ડ્રા મેસન પાસેથી પીએમ મોદીવતી કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ આ એવોર્ડ સ્વીકાર્યો. આ પ્રસંગે કેરેબિયન દેશના વડાપ્રધાન મિયા એમોર મોટલી, વિદેશ પ્રધાન કેરી સાયમન્ડ્સ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. પાબિત્રા માર્ગેરિટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રધાનમંત્રી મોદીએ પોસ્ટ કરી અને ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ એવોર્ડના સન્માન માટે બાર્બાડોસની સરકાર અને લોકોનો આભાર માન્યો.
"ઓનરેરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ’ એવોર્ડ 1.4 અબજ ભારતીયો અને ભારત અને બાર્બાડોસ વચ્ચેના ગાઢ સંબંધોને સમર્પિત કરું છું.”