ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય મહિલા અને પુરુષ ટીમોને PM મોદીએ અભિનંદન આપ્યા
નવી દિલ્હીઃ પર ખુશી વ્યક્ત કરી અને તેમને અભિનંદન આપ્યા. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે. ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ લોકપ્રિય બનાવવા તરફ યોગદાન આપશે.
- યુવાનોને આ રમત અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે
બીજી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન! આ ઐતિહાસિક જીત તેમના કૌશલ્ય, દૃઢ નિશ્ચય અને ટીમવર્કનું પરિણામ છે. આ જીતે ભારતની સૌથી જૂની પરંપરાગત રમતોમાંની એકને વધુ પ્રસિદ્ધિ આપી છે. જે દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. આશા છે કે, આ સિદ્ધિ આવનારા સમયમાં વધુ યુવાનોને આ રમત અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.
- ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં નેપાળને 54-36 થી હરાવ્યું
ઉલ્લેખનીય છે કે ભારતીય પુરુષ ટીમે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલા પ્રથમ ખો ખો વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં નેપાળને 54-36 થી હરાવ્યું હતું. આ પહેલા ભારતીય મહિલા ટીમે પણ નેપાળને હરાવીને ટાઇટલ જીત્યું હતું. કેપ્ટન પ્રતીક વાયકર અને ટુર્નામેન્ટના સ્ટાર ખેલાડી રામજી કશ્યપના શાનદાર પ્રદર્શનને કારણે, ભારતીય પુરુષ ટીમે નેપાળ સામે રમાયેલી ફાઇનલમાં 54-36 થી જીત મેળવી. ભારતીય મહિલા ટીમે ખો ખો વર્લ્ડ કપની ફાઇનલમાં નેપાળને પણ હરાવ્યું હતું. મહિલા ટીમે નેપાળને 78-40 થી હરાવ્યું.