For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા PM મોદીની દેશવાસીઓને હાકલ

11:29 AM Oct 20, 2025 IST | revoi editor
સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા pm મોદીની દેશવાસીઓને હાકલ
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને તહેવારોની ઉજવણી કરવા અને સ્વદેશી ઉત્પાદનો ખરીદીને 140 કરોડ ભારતીયોની મહેનતનું સન્માન કરવા હાકલ કરી છે. મોદીએ નાગરિકોને તહેવારો દરમિયાન ખરીદેલા સ્વદેશી ઉત્પાદનોને સોશિયલ મીડિયા પર શેર કરવા પણ વિનંતી કરી જેથી અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા મળે.

Advertisement

MyGovIndia ની એક પોસ્ટનો જવાબ આપતા, મોદીએ લોકોને ભારતમાં બનાવેલા ઉત્પાદનો ખરીદવા અને તેઓ સ્વદેશી છે એમ ગર્વથી કહેવા માટે વિનંતી છે.પ્રધાનમંત્રીની આ અપીલ સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી આંદોલન વચ્ચે આવી છે, જે આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણનો સંદેશ ફેલાવે છે. આ પહેલના સમર્થનમાં, MyGovIndia એ “દિવાળી ઉજવો અને સ્વદેશીને સશક્ત બનાવો” નામનું એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેમાં નાગરિકોને આ તહેવારોની મોસમમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ લેવા વિનંતી કરવામાં આવી છે.

આ અભિયાન સ્થાનિક કારીગરોને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂકે છે. આ ઝુંબેશ સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા, રોજગારીનું સર્જન કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement