પ્રધાનમંત્રી ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા, જેમણે વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. "તેઓએ GST સુધારા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમને 'ગર્વ સે કહો યે સ્વદેશી હૈ'ના પોસ્ટરો પણ આપ્યા, જે તેમણે કહ્યું કે તેઓ ઉત્સાહપૂર્વક તેમની દુકાનો પર પ્રદર્શિત કરશે", તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પરની પોસ્ટમાં લખ્યું હતું કે, "જેમ જેમ આજે સૂર્ય ઉગ્યો, તેમ તેમ ભારતની આર્થિક યાત્રામાં, GST બચત ઉત્સવની શરૂઆત સાથે એક નવો અધ્યાય શરૂ થયો. અને ઉગતા સૂર્યની સુંદર ભૂમિ, અરુણાચલ પ્રદેશ કરતાં વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે. ઇટાનગરમાં, હું સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યો જેમણે સુગંધિત ચા, સ્વાદિષ્ટ અથાણાં, હળદર, બેકરી સામાન, હસ્તકલા સહિત વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. તેઓએ GST સુધારા પર આનંદ વ્યક્ત કર્યો. તેમને 'ગર્વ સે કહો યે સ્વદેશી હૈ' ના પોસ્ટરો પણ આપ્યા, જે તેમણે કહ્યું કે તેઓ ઉત્સાહપૂર્વક તેમની દુકાનો પર પ્રદર્શિત કરશે."