For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પ્રધાનમંત્રીએ 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી

05:17 PM Mar 21, 2025 IST | revoi editor
પ્રધાનમંત્રીએ 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યે મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા પર ભાર મુકતા 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનની ભારતની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે PM મોદીએ આ સિદ્ધિની પ્રશંસા કરતા તેને "ભારત માટે ગર્વની ક્ષણ" ગણાવી છે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોના અથાક સમર્પણ અને મહેનતને બિરદાવી છે.

Advertisement

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ એક X પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતે 1 બિલિયન ટન કોલસા ઉત્પાદનનો એક મોટો આંકડો પાર કરી લીધો છે. કેન્દ્રીય મંત્રીની X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા PM મોદીએ X પર લખ્યું હતું કે, “ભારત માટે ગર્વની ક્ષણ! 1 અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક સીમાચિહ્ન પાર કરવો એ એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ સિદ્ધિ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોના સમર્પણ અને મહેનતને પણ પ્રતિબિંબિત કરે છે.”

Advertisement
Advertisement
Tags :
Advertisement