For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

12:19 PM May 03, 2025 IST | revoi editor
ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવાના શિરગાંવમાં ભાગદોડને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓ ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે, "ગોવાના શિરગાંવમાં ભાગદોડથી થયેલા મોતથી દુઃખી છું. પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

Advertisement

ઉત્તર ગોવાના શિરગાંવમાં દર વર્ષે શ્રી લહરાઈ જાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 50 હજારથી વધુ લોકો ભાગ લે છે. એક જગ્યાએ ઢાળ હોવાથી, ભીડ ઝડપથી એકસાથે ચાલવા લાગી, જેના કારણે અફરાતફરી સર્જાઈ. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઉત્તર ગોવામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન મોટી નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બધા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ ભાગદોડના સમાચાર મળતા જ એક્શનમાં આવી ગયા. તેમણે ઘાયલોની હાલત પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી.

શ્રી લેરાઈ જાત્રા એ ઉત્તર ગોવાના શિરગાંવમાં એક પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ છે, જે દર વર્ષે દેવી લેરાઈના માનમાં યોજાય છે. આ વર્ષે પણ આ શોભાયાત્રા 2 મેની રાત્રે કાઢવામાં આવી હતી, જેમાં 40થી 50 હજાર લોકોએ ભાગ લીધો હતો. શરૂઆતના અહેવાલો અનુસાર, એક જગ્યાએ ઢાળ હોવાથી, ભીડ ઝડપથી સાથે ચાલવા લાગી, જેના કારણે અફરાતફરી ફેલાઈ ગઈ. આ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે.

Advertisement

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભાગદોડ દરમિયાન લોકો એકબીજા પર પડવા લાગ્યા અને ઘણા લોકો કચડાઈ ગયા. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.

Advertisement
Tags :
Advertisement