For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં SRP જવાનો માટેના ક્વાટર્સ ખાલી કરાવવાના આયોજનમાં હવે વિલંબ થશે

02:09 PM Aug 10, 2025 IST | Vinayak Barot
ગાંધીનગરમાં srp જવાનો માટેના ક્વાટર્સ ખાલી કરાવવાના આયોજનમાં હવે વિલંબ થશે
Advertisement
  • SRPનું મગોડી ખાતે હેડ ક્વાર્ટર તૈયાર નહીં હોવાથી આ આયોજન અટવાઇ ગયું,
  • 1200 આવાસ ગણતરીના સમયમાં ખાલી થાય તેવું આયોજન હતું,
  • પાટનગરમાં સરકારી આવાસો માટે 5થી 6 હજાર જેટલી પ્રતિક્ષા યાદી

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોની અનેક કચેરીઓ આવેલી છે. અને સરકારી કચેરીઓના કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવતા હોય છે. હાલ સરકારી આવાસો માટે 5થી 6 હજાર જેટલી પ્રતિક્ષા યાદી છે, ત્યારે એસઆરપી જવાનો અને કમાન્ડોને ફાળવવામાં આવેલા 1200 આવાસ ગણતરીના સમયમાં ખાલી થાય તેવું આયોજન હતું પરંતુ એસઆરપીનું મગોડી ખાતે હેડ ક્વાર્ટર તૈયાર નહીં હોવાથી આ આયોજન અટવાઇ ગયું છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર નજીક આવેલા મગોડી ગામમાં પોલીસ આવાસ યોજના માટે જમીન ફાળવવામાં આવી હોવા છતાં, આજદિન સુધી આવાસ નિર્માણનું કામ શરૂ થયું નથી. આ સ્થિતિને કારણે વિવિધ જૂથના લગભગ 1200 જેટલા કમાન્ડો અને પોલીસ જવાનોને ગાંધીનગરના સેક્ટરોમાં મકાનો ફાળવવામાં આવ્યા છે. આ આવાસ ખાલી થાય તો સરકારી કર્મચારીઓને ફાળવવાની ગણતરી તંત્ર રાખી રહ્યું હતું.

ગાંધીવગર શહેરમાં વર્ષો જૂના સરકારી ક્વાટર્સ જર્જરિત બનીને ભયજનક કેટેગરીમાં આવતાં તેવા કવાટર્સ ખાલી કરાવાઇ રહ્યા છે. નવા કવાટર્સ બનવામાં સ્વાભાવિક સમય લાગે છે. બીજી તરફ કવાટર્સ મેળવવા માટેની કર્મચારીઓની પ્રતિક્ષા યાદી મોટી થઇ રહી છે. બીજી તરફ મગોડીમાં એસઆરપીના હેડ ક્વાર્ટર માટે ફાળવેલી જમીન પર કોઈ કામગીરી શરૂ થઈ નથી. આ વિલંબને કારણે પોલીસકર્મીઓ અને તેમના પરિવારોને રહેઠાણની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ નજીકના ભવિષ્યમાં આ કવાટર્સ ખાલી થાય તેવી શક્યતા દેખાતી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement