પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ,CEPA માટે વાટાઘાટો આગળ વધારવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી.
પિયૂષ ગોયલે પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો, અને કહ્યું કે આગામી સંયુક્ત કમિશન મીટિંગ,અને JCM દરમિયાન વાટાઘાટોને વધુ વેગ મળશે. મંત્રીએ મસ્કતમાં ભારતીય દૂતાવાસ ખાતે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી, જેમાં મંત્રી અલ યુસુફ, અગ્રણી ઓમાની મહાનુભાવો અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે ભારત-ઓમાન જ્યુકબોક્સનું પ્રદર્શન કરાયું હતું.