શિયાળાની ઠંડીમાં કેટલીક હેલ્થ સમસ્યા ધરાવતા લોકોએ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ
ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણુ માને છે અને મોટાભાગની સવાર ચા સાથે જ થાય છે એટલું જ નહીં અનેક લોકો દિવસમાં અનેકવાર ચા પીવાનું પસંદ કરે છે. એટલું જ નહીં શિયાળાની કડકડતી ઠંડીમાં રાહત મેળવવા માટે લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. ગરમ તાસીરને કારણે શિયાળામાં આદુવાળી ચા સિઝનલ બીમારીઓમાં રાહત આપે છે અને રોપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પરંતુ કેટલીક સમસ્યા ધરાવતા લોકો માટે આવી ચા આફત બની શકે છે.
પેટની સમસ્યાઃ આદુવાળી ચાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા વધી શકે છે. આ સાથે જ આદુવાળી ચાનું વધુ પડતું સેવન કરવાથી ગેસ, એસીડીટી, પેટમાં દુખાવો કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે.
હાઈ બીપીઃ જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પણ આદુવાળી ચા પીવાનું ટાળવું જોઈએ. આદુમાં યુરેન નામનું તત્વ હોય છે, જેના સેવનથી શરીરમાં બ્લડ પ્રેશર વધારે છે.
આદુની એલર્જીઃ કેટલાક લોકોને આદુથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અથવા સોજો આવી શકે છે. આ સિવાય કેટલીક દવાઓ સાથે આદુનું સેવન કરવાથી એલર્જી વધી શકે છે.
લોહી પાતળું કરતી દવા લેનારે આદુવાળી ચા ટાળવીઃ આદુમાં કુદરતી રીતે એવા ગુણ હોય છે જે લોહીને પાતળું કરી શકે છે. આવી સ્થિતિમાં, જે લોકો લોહી પાતળું થવાની દવાનું સેવન કરે છે તેમણે પણ આદુવાળી ચાનું સેવન વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ
ખરતા વાળની સમસ્યાઃ આદુમાં જોવા મળતા જીંજરોલ નામનું તત્વ વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવાનું પણ કારણ બની શકે છે.
સર્જરી પહેલા કે પછી પણ સેવન ન કરવુઃ જો તમે કોઈપણ સર્જરી કરવો છો અથવા તો થોડા સમય પહેલા જ કરાવી ચુક્યા છો, તો તમારે આ સમયગાળા દરમ્યાન પણ આદુવાળી ચાનું સેવન ન કરવું જોઈએ. કારણે કે આ સમયે દવાના હાઈ ડોઝના કારણે વધુ પડતી આદુવાળી ચા પીવાથી રીએક્શન પણ આવી શકે છે.