ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટરે ગુરુવારે સંસદમાં એક કાયદો રજૂ કર્યો હતો, જે અનુસાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે કહ્યું કે હાલના દિવસોમાં માતા-પિતા માટે ઓનલાઈન સેફ્ટી એક મોટો પડકાર બની ગયો છે.
ઓસ્ટ્રેલિયન કોમ્યુનિકેશન મિનિસ્ટર રોલેન્ડે કહ્યું કે જો TikTok, Facebook, Snapchat, Reddit અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોને આ સોશિયલ મીડિયા મંચો પર એકાઉન્ટ બનાવવામાં અટકાવવામાં નિષ્ફળ રહે તો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મંચોને પાંચ કરોડ ઓસ્ટ્રેલિયાઈ ડોલર સુધીનો દંડ ફટકારી શકાશે.
રોલેન્ડે કહ્યું હતું કે, "સોશિયલ મીડિયા ઑસ્ટ્રેલિયામાં ઘણા યુવાનો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 14 થી 17 વર્ષની વયના લગભગ બે તૃતીયાંશ ઑસ્ટ્રેલિયન બાળકોએ ડ્રગનો દુરુપયોગ, આત્મહત્યા અથવા સ્વ-નુકસાન સહિત અત્યંત હાનિકારક સામગ્રી ઓનલાઈન જોઈ છે." એક ક્વાર્ટર બાળકો અસુરક્ષિત આહારની આદતોને પ્રોત્સાહન આપતી સામગ્રી જોઈ." તેમણે જણાવ્યું હતું કે સરકારી સંશોધનમાં જાણવા મળ્યું છે કે 95 ટકા ઓસ્ટ્રેલિયન માતા-પિતાએ ઓનલાઈન સુરક્ષાને તેમના સૌથી મોટા વાલીપણા પડકારો પૈકી એક તરીકે રેટ કર્યું છે.