For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિઓદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે લોકોએ લડતનો કર્યો પ્રારંભ

06:34 PM Jan 06, 2025 IST | revoi editor
દિઓદરને ઓગડ જિલ્લો બનાવવાની માગ સાથે લોકોએ લડતનો કર્યો પ્રારંભ
Advertisement
  • બનાસકાંઠાના વિભાજન અંગે જિલ્લાભરમાં મિશ્ર પ્રતિસાદ
  • દિઓદરને જિલ્લો બનાવવા ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નેતાઓ એક બન્યા
  • વાવ-થરાદ જિલ્લા સામે વધતો જતો વિરોધ

પાલનપુરઃ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાતા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્રણથી ચાર તાલુકાના લોકો થરાદ જિલ્લામાં જોડાવવા સામે વિરોધ કરી રહ્યા છે. જ્યારે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની વર્ષો જૂની માંગણી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કરતાં દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકાના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે દિયોદરના આઝાદ ચોકમાં મનોમંથન બેઠક યોજાઇ હતી અને દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરવા માંગ કરાઇ છે. આ મામલે ભાજપ-કોંગ્રેસના સ્થાનિક નેતા એક થઈ ગયા છે. અને સરકાર સામે લડતનું એલાન આપી રહ્યા છે.

Advertisement

ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ નવો જિલ્લો જાહેર કરીને દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકાનો નવા જિલ્લામાં સમાવેશ કરતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. દિયોદરના નગરજનોએ 2 જાન્યુઆરીએ રેલી યોજી દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓગડ જિલ્લા સમિતિ દ્વારા રવિવારે દિયોદર આઝાદ ચોકમાં મનોમંથન બેઠક યોજી હતી અને દિયોદર તાલુકાના આગેવાનો જોડાયા હતા. જેમાં ભાજપ-કોંગ્રેસ વગેરે આગેવાનો એક સાથે એક મંચ પર બેસી દિયોદર મધ્યમાં આવતું હોવાની તેમજ દિયોદરની મૂળભૂત સવલતો રેલવે સ્ટેશન, બનાસ ડેરી, સરકારી દવાખાનું, કોર્ટ, એસટી ડેપો તેમજ તાલુકા મથક હોવાની ઓગડ જિલ્લો જાહેર કરવો જોઈએ. તેવી માગ કરી હતી. રાજ્ય સરકારે પોતાની મનમાની પૂર્વક કોઈ રાજકીય આગેવાનોની સલાહ લીધા વગર બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો જાહેર કરી થરાદને જિલ્લાનું વડુમથક જાહેર કર્યું છે. આ અંગે રાજ્ય સરકારે વર્ષો જૂની માંગણીની અવગણના કરી અન્યાય કર્યો છે. ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર તાલુકા મથક મધ્યમાં આવતું હોવાથી બિનવિરોધી જિલ્લો બની શકતો પરંતુ રાજ્ય સરકારે દિયોદરને અન્યાય કરી આંદોલન કરવા મજબૂર કર્યા છે, એવુ રાજકીય આગોવાનો કહી રહ્યા છે. દીયોદરના આગેવોનાના કહેવા મુજબ સરકાર સમક્ષ દિયોદર તાલુકાને વિભાજીત નવા જિલ્લાનું વડુમથક બનાવવામાં આવે તેવી રજૂઆત અગાઉ સરકારને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે વાવ-થરાદ જિલ્લો જાહેર થતાં ફરી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. (file photo)

Advertisement
Advertisement
Tags :
Advertisement