For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી-એનસીઆરના લોકો દિવાળીના તહેવારમાં ગ્રીન ફટાકડા ફોડી શકશે

12:22 PM Oct 15, 2025 IST | revoi editor
દિલ્હી એનસીઆરના લોકો દિવાળીના તહેવારમાં ગ્રીન ફટાકડા ફોડી શકશે
Advertisement
  • સુપ્રીમ કોર્ટે શરતોના આધારે આપી મંજુરી
  • ગ્રીન ફટાકડાના ક્યુઆર કોડ વેબસાઈટ ઉપર અપલોડ કરાશે
  • તંત્ર દ્વારા ગ્રીન ફટાકડા નિર્માતાઓની નિયમિત્તાની તપાસ કરશે

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં દિલ્હી-એનસીઆરની પ્રજાને ફટાકડા ફોડવાને લઈને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. સર્વોચ્ચ અદાલતે આ મંજુરી માત્ર 18થી 21 ઓક્ટોબર સુધી આપી છે. ચીફજસ્ટીસ ગવઈએ જણાવ્યું હતું કે, અમે સંતુલિત દ્રષ્ટીકોણ અપનાવો જોઈએ. પર્યાવરણ સાથે છેડછાડ કર્યા વિના સંયમ સાથે અનુમતી આપવી જોઈએ.

Advertisement

ચીફ ન્યાયમૂર્તિએ 14 ઓક્ટોબર 2024ના આદેશનો હવાવો આપ્યો હતો. જેમાં દિલ્હી સરકારે ફટાકડા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેને સમગ્ર એનસીઆરમાં લાગુ કરવામાં આવ્યો હતો. સીજેઆઈએ નોંધ્યું કે, ફટાકડા ફોડવાની મંજુરી માત્ર 18થી 21 ઓક્ટોબર સુધી રહેશે. તપાસ ટીમ ગ્રીન ફટાકડા નિર્માતાઓની નિયમિત્તાની તપાસ કરશે. ગ્રીન ફટાકડાના ક્યુઆર કોડ વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં શિયાળામાં પ્રદુષ્ણનું સ્તર વધી જાય છે અને દિવાળીના તહેવારોમાં પ્રદુષણના સ્તરમાં ચિંતાજનક રીતે વધી જાય છે. જેથી પ્રદુષણને લઈને અગાઉ પણ સુપ્રીમ કોર્ટે સરકારને જરૂરી નિર્દેશ કર્યાં હતા. દરમિયાન દિવાળીમાં ફટાકડા મામલે ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. પ્રદુષણના મામલે થયેલી આ અરજીમાં લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હીવાસીઓને દિવાળીના તહેવારમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. બીજી તરફ તંત્ર દ્વારા તહેવારોમાં પ્રદુષણ ના વધે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement