વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ ઘરોમાં ભરાયેલા પાણી ન ઉતરતા લોકોનો મ્યુનિ. સામે આક્રોશ
- વડોદરાના નવાપુરાના 56 ક્વાર્ટસ ખાતે વરસાદને લીધે ઘરોમાં બબ્બે ફૂટ પાણી ભરાયા છે,
- વરસાદે વિરામ લીધા બાદ કલાકો સુધી પાણી ન ઉતરતા કોર્પોરેટર સામે રોષ વ્યક્ત કર્યો,
- છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી લોકો સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે,
વડોદરાઃ શહેરમાં બે દિવસ પહેલા એટલે કે ગત સોમવારે રાત્રે પાંચ ઈંચ જેટલો કમોસમી વરસાદ પડતા શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ હયા હતા. જેમાં શહેરના શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટસ ખાતે ઘરો બબ્બે ફૂટ પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરી પલળી હતી. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ આ વિસ્તારમાં પાણી ન ઓસરતા લોકોમાં મ્યુનિ. તંત્ર સામે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ વિસ્તારના કોર્પોરેટર ઘટનાસ્થળ પર પહોંચતા લોકોએ લાંબા સમય પછી આવ્યા હોવાનું કહી આડેહાથ લીધા હતા. સ્થળ પર પહોંચેલા સ્થાનિક કોર્પોરેટર જાગૃતીબેન કાકા સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા ગયા સોમવારે રાતના સમયે 5 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટ્સ ખાતે ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે લોકોના ઘરમાં સામાન પલળી ગયો હતો. છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી આ સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે. પરંતુ લોકોની સમસ્યાનો અંત આવ્યો નથી. જેથી લોકોમાં મ્યુનિ.કોર્પોરેશન ભારે રોષ જોવા મળ્યો હતો.
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાર્ટ્સ ખાતે 700 જેટલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકો આખી રાત જાગ્યા હતા અને પોતાના ઘરોમાંથી પાણી ઉલેચતા રહ્યા હતા. બુધવારે સવારે પણ કેટલાક ઘરોમાં પાણી ભરાયેલા હતા અને આખા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયેલા છે. સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા વિસ્તારમાં પહોંચતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેઓ બહુ સમય પછી આજે આવ્યા હોવાની વાત કરી હતી. તો સામે જાગૃતિબેન કાકાએ કહ્યું હતું કે, તમે આવુ ન કહીં શકો, હું વિસ્તારમાં કાયમ આવું જ છું.