હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતના કાર બાઈકને ટક્કર મારીને ભાગતા લોકોએ પીછો કરી કારચાલકને પકડ્યો

02:21 PM Mar 30, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ એક બનાવમાં કારચાલકે બાઈકને ટક્કર મારીને નાસી જતાં લોકોએ કારનો પીછો કર્યો હતો. અને અડધો કિલોમીટર પીછો કરીને કારચાલકને પકડીને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો, બાઈકસવાર મામા-ભાણેજને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં કારચાલક સામે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરત શહેરના બમરોલી રોડ પર પૂરઝડપે કારચાલકે બાઈકને ટક્કર મારી હતી. બાઈકસવાર મામા-ભાણેજ રોડ પર પટકાયા હતા. દરમિયાન આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.આ અકસ્માત બાદ કારચાલક કાર સાથે જ નાસી જતા લોકોએ અન્ય વાહનો દ્વારા કારનો પીછો કર્યો હતો. લોકોના ટોળાએ અડધો કિમી દૂર પીછો કરી ભાગી છૂટેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીની અટકાયત કરી હતી,

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં બમરોલી વિસ્તારમાં  વેગનઆરના ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર મામા-ભાણેજ અને બાળકી રોડ પર પટકાયાં હતાં ત્રણેય ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં બાળકીની હાલત ગંભીર હોવાનુ કહેવાય છે. આ બનાવમાં હર્ષદ પ્રહલાદભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે, તેમના ભાઈ સનીકુમાર નટવરભાઈ પટેલ અને ભાણેજ 8 વર્ષની નિત્યા પ્રિયંક પટેલને ઈજા પહોંચી હતી. મામા-ભાણેજ છે. અકસ્માત તિરુપતિથી અલથાણ જતાં ખાડી બ્રિજ પાસે થયો હતો, જ્યાં ઈજા પામનાર પરિવાર રામકથામાં હાજરી આપીને અલથાણ જઈ રહ્યો હતો. એ દરમિયાન વેગનઆર GJ-05-JK-1028 ના કારચાલક અવધેશ બ્રીજલાલ કુસવાહે તેમની બાઈકને અડફેટે લીધી હતી. આરોપી પાર્લે પોઇન્ટ, સુરતનો રહેવાસી છે. આ અકસ્માત બાદ કારચાલક ત્યાં ઊભો રહેવાની જગ્યાએ ફુલ સ્પીડમાં કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેનો પીછો કર્યો અને લગભગ અડધો કિલોમીટર સુધી પીછો કરી તેને અલથાણ વીઆઇપી રોડ પરથી પકડી પાડ્યો હતો. લોકોએ કારચાલકને મેથીપાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticar hits bike and fleesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespeople chase and catch the driverPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsuratTaja Samacharviral news
Advertisement
Next Article