જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, એટલું જ નહીં જી20ની બેઠક પણ જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદેશી ડેલીગેશન ઉમટી પડ્યાં હતા. જે તે વખતે વિદેશી ડેલીગેશનએ પણ શાંતિને મહેસુસ કરી હતી. એટલું જ નહીં હાલ જમ્મુ-કાશ્મીરમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યાં છે અને અનેક પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ હોવાનો કબુલાત હવેનેશનલ કોન્ફ્રેંસના પ્રવક્તાએ કરી છે, એટલું જ નહીં હાલ વિધાનસભાની ચૂંટણીના માહોલમાં રાજકીય નેતાઓ જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત સુધી કોઈ પણ ભય વિના ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. આમ એક સમયે આતંકવાદનો સામનો કરતુ જમ્મુ-કાશ્મીર હવે એકંદરે શાંતિના માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે.
નેશનલ કોંન્ફ્રેસના પ્રવક્તા અને શ્રીનગરના જાદિબલ સીટના ઉમેદવાર તનવીર સાદિકએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં દિવસના બપોરના ચાર વાગે ઘરે પરત ફરતા હતા ત્યારે ખતરો હતો. પરંતુ હાલના સમયમાં રાતના 12 કલાક સુધી ચૂંટણી પ્રચાર-પ્રસાર ચાલે છે. પહેલા મહોલ્લા પ્રમુખ ચૂંટણીની કામગીરી સંભાળતા હતા. ઉમેદવારોને પાર્ટીનો ધ્વાજ લઈને મહોલ્લા સીધી જવા દેવાતા ન હતા. નેતાઓને જોઈને લોકો ઘરમાં જતા રહેતા અને દરવાજા બંધ કરી દેતા હતા. હાલ સમય બદલાયો છે, હવે તેઓ ઘરમાં બોલાવીને સંવાદ કરવાની સાથે ચાની પૂચ્છા કરે છે. તેમજ ચૂંટણી બાદ ગાયબ નહીં થતા નેતાઓને કહી રહ્યાં છે. આમ આ એકદમ નવું કાશ્મીર છે. હાલના સમયમાં કાશ્મીરમાં તમામ નેતાઓ ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યાં છે. અનંતનાગના રશીદએ જણાવ્યું હતું કે, પહેલા નેતાઓ ડોર-ટુ-ડોર પ્રચાર કરતા હરતા હતા. પહેલા સ્થાનિકો આતંકી સંગઠનો અને હુરિયતના કહેવા ઉપર ચૂંટણીનો બાયકોટ કરતા હતા. જો કે, આ વખતે આવુ નથી. એટલું જ નહીં પ્રજા રાજકીય નેતાઓને પોતાની સમસ્યા કહી રહ્યાં છે.