For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કતરમાં હવે UPI થી થઈ શકશે પેમેન્ટ, ભારતીય પ્રવાસીઓને મળશે રાહત

03:09 PM Oct 07, 2025 IST | revoi editor
કતરમાં હવે upi થી થઈ શકશે પેમેન્ટ  ભારતીય પ્રવાસીઓને મળશે રાહત
Advertisement

નવી દિલ્હીઃ ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સિસ્ટમ હવે વૈશ્વિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવી રહી છે. આ સાથે હવે કતાર પણ UPIનો ઉપયોગ કરતા દેશોની યાદીમાં જોડાઈ ગયો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે દોહાના લુલુ મોલમાં UPI સિસ્ટમનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “UPI માત્ર એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ નથી, પરંતુ તે ભારતીય નવીનતા, ટેકનોલોજી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.” તેમણે કહ્યું કે, કતારમાં UPIની શરૂઆત ભારતની ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રતિબિંબ છે તેમજ બંને દેશો વચ્ચેની વધતી ભાગીદારીનું પણ પ્રતીક છે.

Advertisement

કતાર નેશનલ બેંક (QNB) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે ભાગીદારીમાં વેપારીઓ માટે પોઈન્ટ-ઓફ-સેલ ટર્મિનલ્સ પર QR કોડ આધારિત UPI ચુકવણીઓ શરૂ કરી છે. હવે કતારના LuLu આઉટલેટ્સમાં પણ ભારતીય UPI સિસ્ટમ દ્વારા ચુકવણીઓ સ્વીકારી રહ્યા છે. આથી કતારમાં પ્રવાસ કરતા ભારતીયો માટે હવે રોકડ રાખવાની કે ચલણ વિનિમય કરવાની જરૂરિયાત ઘટી જશે અને ચુકવણી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.

પિયુષ ગોયલે જણાવ્યું કે, “કતારમાં UPI ચુકવણી શરૂ થવી બંને દેશો વચ્ચેના વિશ્વાસ અને સહકારનું પ્રતિબિંબ છે.” તેમણે ઉમેર્યું કે ભારતમાં આજના સમયમાં આશરે 85% ડિજિટલ ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થાય છે, જ્યારે વૈશ્વિક સ્તરે પણ લગભગ 50% ડિજિટલ ચુકવણીઓ આ જ સિસ્ટમથી થઈ રહી છે, જે તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાનો પુવારો છે. લુલુ ગ્રુપના ડિરેક્ટર મોહમ્મદ અલ્તાફે જણાવ્યું કે, “કતાર અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ ખાસ છે. કતારે વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે અને ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. બંને દેશો વચ્ચે મજબૂત સિનર્જી છે અને આ સહયોગ વધુ મજબૂત બનશે.”

Advertisement

Advertisement
Tags :
Advertisement