For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટણ: બે બાંગ્લાદેશી ઘૂષણખોર મહિલાઓને પોલીસે ઝડપી પાડી

06:09 PM May 02, 2025 IST | revoi editor
પાટણ  બે બાંગ્લાદેશી ઘૂષણખોર મહિલાઓને પોલીસે ઝડપી પાડી
Advertisement

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાટણ પોલીસે ગેરકાયદે વસવાટ કરતા શંકાસ્પદોની તપાસ દરમિયાન 32 લોકોને ડિટેઇન કર્યા હતા. તેમાંથી બે બાંગ્લાદેશી મહિલાઓને પકડી પાડી છે. આ મહિલાઓ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ નામે રહેતી હતી. સ્ટેટ આઇબી, સેન્ટ્રલ આઇબી, બીએસએફ સહિતની એજન્સીઓએ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ હતી. જેમાં બંનેના મોબાઇલ ફોનમાંથી પાસપોર્ટ અને બાંગ્લાદેશી સંપર્કો મળી આવ્યા હતા.

Advertisement

પોલીસે રાજ્યમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરી છે. જે હેઠળ પાટણમાંથી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પહેલી મહિલા સ્વીટી નામથી રહેતી હતી, જેનું સાચું નામ સુલતાના છે. જ્યારે બેગમ રિયા શાહ નામથી રહેતી હતી. બંનેએ અમદાવાદમાં આધાર કાર્ડ બનાવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ ભારતમાં પૈસા કમાતા હતા અને કોલકાતા થઈને બાંગ્લાદેશ મોકલતા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement