For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટણઃ દિવાળીના તહેવારોમાં સુપ્રસિદ્ધ રાણકીવાવ પર સહેલાણીઓની ભીડ

01:08 PM Nov 05, 2024 IST | revoi editor
પાટણઃ દિવાળીના તહેવારોમાં સુપ્રસિદ્ધ રાણકીવાવ પર સહેલાણીઓની ભીડ
Advertisement

અમદાવાદઃ દિવાળી તહેવારોના પ્રસંગે પાટણની રાણકીવાવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં હજારો ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રવાસીઓમાં અનેક લોકો પરિવાર સાથે યાદગાર પળો પસાર કરતાં અને સેલ્ફી લેતા જોવા મળ્યા.

Advertisement

પાટણની રાણકીવાવ, UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત, 100 રૂપિયાની ચલણી નોટ પર છપાયેલું આકર્ષણ છે. ઈન્દોરથી આવેલા ઉમેશઝાએ વર્લ્ડ હેરિટેજની આ સાઇટનું સ્થળ પર નિહાળીને પ્રશંસા વ્યક્ત કરી. આ ઐતિહાસિક વાવને ગુજરાતી ગૌરવ તરીકે ગણવામાં આવે છે અને તે 11મી સદીમાં રાજા ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ બનાવડી હતી.

રાણકીવાવ, જે પાટણના સોલંકી વંશની વારસતમાં સમાયેલી છે, તત્કાલિન સમયમાં પાણીની વ્યવસ્થા માટે નિર્માણ કરાઇ હતી. પુરાતત્વ વિભાગે 1968માં ખોદકામ કરીને આ વાવને ફરી જનમ આપ્યો, અને આ હેરિટેજ સાઇટ આજના સમયમાં ભાવિ પેઢીઓ માટે ગૌરવનું કારણ બની છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement