For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બેંગકોકથી આવેલી ફ્લાઈટ્સમાં લગેજ ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો

03:10 PM Nov 26, 2024 IST | revoi editor
બેંગકોકથી આવેલી ફ્લાઈટ્સમાં લગેજ ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો
Advertisement
  • અમદાવાદ એરપોર્ટ પર આવેલી થાઈ એરવેઝની ફલાઈટ લગેજ ન આવ્યો,
  • 170 પ્રવાસીને લગેજ ન મળતા રજુઆત કરી,
  • ફરજ પરના સ્ટાફે યોગ્ય જવાબ ન આપતા હોબાળો મચાવ્યો

Advertisement

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં 170 પ્રવાસીઓનો લગેજ ન આવતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓએ એરપોર્ટ પર ચેકઈન અને પાસપોર્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ લોન્જમાં કન્વેયર બેલ્ટ પર લગેજની જોતા રહ્યા હતા. તેમનો લગેજ ન આવતા આખરે થાઈ એરવેઝના કાઉન્ટર પાસે જઈને રજુઆત કરી હતી, અને કેમ લગેડ નથી આવ્યો તેની પૂછતાછ કરી હતી. દરમિયાન એરવેઝના સ્ટાફે સંતોષકારક જવાબ ન આપતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.

બેંગકોકથી અમદાવાદથી ફ્લાઈટમાં 170 પેસેન્જર સવાર હતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ પેસેન્જરો ઉતરીને લગેજ લેવા માટે કન્વેયર બેલ્ટ પાસે પહોંચ્યા હતા પરંતુ 170  પ્રવાસીઓના લગેજ આવ્યા ન હતા. આમ પેસેન્જરોએ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીને પૂછપરછ કરતા તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો. લગેજ ન આવતા મોટી સંખ્યામાં પેસેન્જરો એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા. કેટલાકની બેગમાં કીમતી સમાન હોવાથી ખોવાઈ જશે તેનો જવાબદાર કોણ? તે મુદ્દે એરલાઇન સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી. એરલાઈને મિસિંગ લગેજનું ફોર્મ ભરાવીને તેમને ઘરે પહોંચાડવાની બાહેધારી આપી હતી.

Advertisement

થાઇ એરવેઝની અમદાવાદથી બેંગકોકની ફ્લાઈટ આગળ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ઓનવર્ડ કનેક્શનની સુવિધા આપે છે. રિટર્નમાં પણ આ ફ્લાઈટ ફુલ હોવાને કારણે પેસેન્જરોના લગેજ વધુ હોય છે જેથી છેલ્લા કેટલાય દિવસથી 60થી 70 બેગો રહી જતી હોય છે. એરલાઇન રહી ગયેલી બેગો બીજા દિવસની ફ્લાઈટમાં મોકલે છે. આ સેક્ટર પર નાનું વિમાન ઓપરેટ થતું હોવાથી પેસેન્જરોની બેગોનો ભરાવો થઈ જાય છે.

Advertisement
Tags :
Advertisement