For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત રેલવે સ્ટેશનમાં આજથી પ્લેટફોર્મ 2 અને 3 શરૂ કરાતા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

04:31 PM Apr 01, 2025 IST | revoi editor
સુરત રેલવે સ્ટેશનમાં આજથી પ્લેટફોર્મ 2 અને 3 શરૂ કરાતા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
Advertisement
  • શહેરના ઉધના રેલવે સ્ટેશન પર પ્રતિદિન 40 હજાર પ્રવાસીઓનું ભારણ ઘટશે
  • ઉધના શિફ્ટ કરાયેલી 115 ટ્રેનો સુરત સ્ટેશન સ્ટોપ કરશે
  • સુરત રેલવે સ્ટેશનના રિનો વેશનને લીધે ટ્રેનો ઉધના ડાયવર્ટ કરવામાં આવી હતી

સુરતઃ શહેરના 24 કલાક પ્રવાસીઓથી ધમધમતા સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 2 અને 3ના રિનોવેશનની કામગારી માટે છેલ્લા 82 દિવસથી બન્ને પ્લેટફોર્મ બંધ કરીને 115 ટ્રેનોનો ઉધના સ્ટેશન ડાયવર્ટ કરીને સ્ટોપ આપવામાં આવ્યું હતુ. તેના લીધે પ્રવાસીઓને ઉધના સ્ટેશન સુધી લાંબા થવુ પડતું હતું. હવે સુરત રેલવે સ્ટેશન પરના બન્ને પ્લેટફોર્મ તૈયાર થતાં આજે 1લી એપ્રિલથી પ્રવાસીઓ માટે શરૂ કરાયા છે. જેથી હવે 115 ટ્રેનોને સ્ટોપ અપાતા સુરતનું રેલવે સ્ટેશન ફરીવાર પ્રવાસીઓથી ધમધમવા લાગ્યુ છે.

Advertisement

સુરત સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 રિનોવેશનની કામગીરીને કારણે છેલ્લા 82 દિવસથી બંધ હતા. આ બંને પ્લેટફોર્મ  આજે મંગળવારથી ફરી કાર્યરત બન્યા છે. જેને કારણે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવેલી 115 ટ્રેનો ફરી સુરત ખાતે સ્ટોપ કરશે, પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કોનકોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ અંગે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના કહેવા મુજબ  સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર રિડેવલપમેન્ટ કામગીરીનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે, જેથી ઉધના સ્ટેશન પર અસ્થાયીરૂપે ખસેડવામાં આવેલી ટ્રેનોમાંથી 115 ટ્રેનો આજથી સુરતના પ્લેટફોર્મ 2 અને 3 પર સ્ટોપ કરશે.

સુરત સ્ટેશન પર કોનકોર્સ વર્કને કારણે 10 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી પ્લેટફોર્મ 2-3 બ્લોક કરાયા હતા, જેથી 201 ટ્રેનોના સ્ટોપેજ ઉધના ખસેડવામાં આવ્યા હતા. હવે કોનકોર્સનું કામ પૂર્ણ થયા પછી 97 એક્સપ્રેસ-સુપરફાસ્ટ અને 18 મેમુ ટ્રેનો ફરી ઉધનાથી સુરત સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર 22928 લોકશક્તિ એક્સપ્રેસ., 09723 જયપુર - બાંદ્રા ટર્મિનસ, 09208 ભાવનગર - બાંદ્રા ટર્મિનસ, 12940 જયપુર - પુણે એક્સપ્રેસ, 12978 મારુસાગર એક્સપ્રેસ., 12297 અમદાવાદ દુરંતો, ટ્રેન નંબર 22904 બાંદ્રા ટર્મિનસ એસી, 09627 અજમેર સુપરફાસ્ટ, 12902 અમદાવાદ – દાદર, 22934 જયપુર - બાંદ્રા ટર્મિનસ,  ટ્રેન નંબર 14707 રણકપુર એક્સપ્રેસ, 12956 જયપુર - મુંબઈ સેન્ટ્રલ, 12218 કેરળ સંપર્ક ક્રાંતિ,12484 કોચુવેલી એક્સપ્રેસ, 22660 યસવંતપુર એક્સપ્રેસ, 22964 ભાવનગર સુપરફાસ્ટ, 12972 ભાવનગર એક્સપ્રેસ,  22452 ચંદીગઢ - બાંદ્રા ટર્મિનસ., 20944 ભગત કી કોઠી હમસફર અને 12215 ગરીબ રથ સરાઈ રોહિલ્લાનો સમાવેશ થાય છે. હવે આ તમામ ટ્રેનો સુરત રેલવે સ્ટેશને સ્ટોપ કરશે તેના લીધે પ્રવાસીઓને ફાયદો થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement