For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટના હીરાસર એરપોર્ટ બહાર વાહનો માટે પાર્કિંગ ચાર્જ જાહેર કરાયા

06:29 PM Jul 22, 2025 IST | Vinayak Barot
રાજકોટના હીરાસર એરપોર્ટ બહાર વાહનો માટે પાર્કિંગ ચાર્જ જાહેર કરાયા
Advertisement
  • ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના રેટ જાહેર કરાયા,
  • પ્રવાસીઓને લેવા-મુકવા આવતા વાહનો માટે 12 મિનિટ ફ્રી રહેશે,
  • બે દિવસ પહેલા જ કેબ એસો.એ એરપોર્ટ ઓથોરિટીને આવોદનપત્ર આપ્યું હતું

રાજકોટઃ શહેરની નજીક અમદાવાદ જતા નેશનલ હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ માટે આડેધડ ચાર્જ લેવામાં આવતો હતો. તેની સામે વિરોધ ઊભો થયો હતો. કેબ એસોએ પણ એરપોર્ટ ઓથોરિટીના સત્તાધિશોને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વાહનોના પાર્કિંગ માટેના રેટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના પાર્કિંગ રેટ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રવાસીઓને પિકઅપ-ડ્રોપ કરવા આવતા વાહનચાલકોને 12 મિનિટ ફ્રી પાર્કિંગની સુવિધા આપવાનુ જાહેર કરાયુ છે.

Advertisement

રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વાહનોના માટે પાર્કિંગના દર નક્કી કરવામાં આવ્યા છે. એરપોર્ટની બહાર પરિસરમાં વાહનો માટેના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે,જેમાં ડિજિટલ સ્કેનરથી કાયદેસર પાર્કિંગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટુ-વ્હીલરથી બસ સુધીના વાહનોના 30 મિનિટથી 2 કલાકના પાર્કિંગ રેટ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ પ્રવાસીઓને પિકઅપ-ડ્રોપ કરવા આવતા વાહનચાલકોને 12 મિનિટ ફ્રી પાર્કિંગની સુવિધા આપવાનુ જાહેર કરાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ટેક્સી પાસીંગ ગાડીઓને કોઇપણ પ્રકારની સુવિધા આપ્યા વિના એરપોર્ટ ઓથોરીટી ચાર્જ વસુલતા કેબ એસોસિએશનના સદસ્યો, ટેક્સી ડ્રાયવરોએ બે દિવસ સુધી ધરણા કર્યા બાદ ચાર્જ વસુલવા બાબતે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહને રૂબરૂ મળી લેખીતમાં આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ એસોસિએશન આખા ગુજરાતમાં રજીસ્ટર છે. ટેક્સી પાસીંગનો ટેકસ ભરી લીગલી ધંધો-વ્યવસાય કરીએ છીએ. દેશભરમાં એરપોર્ટમાં કોઇ એરપોર્ટ ઉપર ટેક્સી ગાડીઓ માટે ડ્રોપીંગ ચાર્જ લેવામાં આવતો નથી. એક માત્ર આપણા રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રૂ. 40 ચાર્જ વસુલવામાં આવે છે, તે તાકીદે રદ કરવા અને ટેક્સી ગાડીઓ માટે 10 મિનિટ ડ્રોપીંગ ફ્રી રાખવા અને 10 મિનિટ બાદ નોમીનલ ચાર્જ રાખવા માંગણી કરી હતી. આખરે પાર્કિંગ માટેની નિયત દર નક્કી કરવામાં આવ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement