પેરિસ પેરાલિમ્પિકઃ ભારતે 20 મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
- ભારતે બુધવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા
- ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભારતે 19 મેડલ જીત્યાં હતા
નવી દિલ્હીઃ ભારતે મંગળવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં 5 મેડલ જીત્યા હતા, જેમાં કુલ મેડલની સંખ્યા 20 થઈ ગઈ હતી, જે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ, ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં હતું જેમાં ભારતીય ખેલાડીઓએ 19 મેડલ જીત્યા હતા. ગઈકાલે, દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T-20 રેસમાં બ્રોન્ઝ જીત્યો હતો, શરદ કુમારે સિલ્વર જીત્યો હતો અને મરિયપ્પન થંગાવેલુએ પુરુષોની હાઈ જમ્પ - T-63માં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે પુરુષોની ભાલા ફેંક F46માં અજીત સિંહના સિલ્વર અને સુંદર ગુર્જરના બ્રોન્ઝ સાથે બે મેડલ જીત્યા હતા. આજે સાતમા દિવસે ભારતીય ટીમ અનેક ઈવેન્ટ્સમાં ભાગ લેશે.
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એથ્લેટ દીપ્તિ જીવનજીને પેરિસ પેરાલિમ્પિક્સમાં મહિલા 400M T20 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમની કુશળતા અને મક્કમતાને પ્રશંસનીય ગણાવીને પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “દીપ્તિ જીવનજીને #Paralympics2024માં મહિલાઓની 400M T20માં અદભૂત બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન! તે અસંખ્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમની કુશળતા અને મક્કમતા પ્રશંસનીય છે.”