For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પરિણીતી ચોપડાનો જન્મ દિવસઃ વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહલથી બોલીવુડમાં કરી હતી એન્ટ્રી

07:00 PM Oct 22, 2024 IST | revoi editor
પરિણીતી ચોપડાનો જન્મ દિવસઃ વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહલથી બોલીવુડમાં કરી હતી એન્ટ્રી
Advertisement

મુંબઈઃ હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી પૈકીની એક પરિણીતી ચોપરાનો આજે તા. 22મી ઓક્ટોબરે જન્મ દિવસ છે. વર્ષ 2011માં લેડીઝ વર્સીસ રિકી બહલથી ફિલ્મ જગતમાં પગ મુકનાર અભિનેત્રી પરિણીતી ચોપડાને ખરી ઓળખ જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપુત સાથેની સુપરહિટ મુવી શુદ્ધ દેશી રોમાન્સથી મળી હતી.

Advertisement

અભિનેત્રી પરિણીતી ચોપરા 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તે સતત કામ કરી રહી છે. પરિણીતીની કરિયરની સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અભિનેત્રીએ જ્યાં ઘણી હિટ ફિલ્મો આપી છે, ત્યાં તેની ઘણી ફિલ્મો ફ્લોપ પણ રહી છે. પરિણીતી ચોપરા છેલ્લે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ અમર સિંહ ચમકીલામાં જોવા મળી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી અને ફિલ્મની ખુબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ માટે પરિણીતીએ ઘણું વજન પણ વધાર્યું હતું.

પરિણીતીએ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું
અભિનેત્રી પરિણીતી ચોપરાએ 2011માં ડેબ્યૂ કર્યું હતું. તે લેડીઝ વર્સીસ રિકી બહલ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ એવરેજ (32.97 કરોડ) હતી. આ પછી તે ફિલ્મ ઈશકઝાદેમાં લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે અર્જુન કપૂરની સામેની ભૂમિકામાં હતી. આ ફિલ્મ હિટ રહી હતી. ફિલ્મના ગીતોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મે 45.73 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ તે 2013માં શુદ્ધ દેશી રોમાંસમાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 46.60 કરોડ હતું. 2014માં તેની ફિલ્મ હસી તો ફસીએ 37.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ફિલ્મ એવરેજ હતી.

Advertisement

આ ફિલ્મો ફ્લોપ રહી હતી
આ પછી પરિણીતીએ સતત ત્રણ ફ્લોપ ફિલ્મો આપી. તેમની દાવત-એ-ઈશ્ક, કિલ દિલ, મેરી પ્યારી બિંદુ ફ્લોપ રહી હતી. 2017 માં, પરિણીતીએ ફરીથી રોહિત શેટ્ટીની હિટ શ્રેણી ગોલમાલ અગેઇનમાં કામ કર્યું અને આ ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મે 205.69 કરોડની કમાણી કરી હતી. પરિણીતીની નમસ્તે ઈંગ્લેન્ડ, જબરિયા જોડી, સંદીપ ઔર પિંકી ફરાર, મિશન રાનીગંજ, કોડ નેમ-તિરંગા ફ્લોપ રહી છે. તેમની હિટ ફિલ્મોમાં કેસરી અને અમર સિંહ ચમકીલાનો પણ સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement