For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરેલી લેટરકાંડમાં પાટિદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસના પરેશ ધાનાણીના ધરણાં

06:38 PM Jan 09, 2025 IST | revoi editor
અમરેલી લેટરકાંડમાં પાટિદાર દીકરીને ન્યાય અપાવવા કોંગ્રેસના પરેશ ધાનાણીના ધરણાં
Advertisement
  • પરેશ ધાનાણી સાથે ધરણાંમાં લલિત વસોયા, લલિત કગથરા જોડાયા
  • જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા કોંગ્રેસે કરી માગ
  • લેટરકાંડથી અમરેલીના રાજકારણમાં ગરમાવો

અમરેલીઃ શહેર અને જિલ્લામાં લેટરકાંડ મામલે રાજકીય વાતાવરણ ગરમાયુ છે. ભાજપની ભાંજગડનો કોંગ્રેસ ભરપૂર લાભ ઉઠાવી રહી છે. લેટર લખવાના કાંડમાં પોલીસે પાયલ ગોટી નામની પાટિદાર યુવતીને માર મારવાના કેસમાં SITની રચના કરી છે.  પરંતુ SITની તપાસ પર વિશ્વાસ ન હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ કોંગ્રેસે હવે આ મામલે આંદોલન કરવાનો મૂડ બનાવી લીધો છે. અમરેલીના લેટરકાંડ મામલે ગુજરાતની રાજનીતિ ચમરસીમાએ પહોંચી ગઈ છે. અમરેલીમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા ધાનાણી ધરણાં પર બેઠા છે. પોલીસે આજે સાંજના છ વાગ્યા સુધીની જ મંજૂરી આપી હતી. પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓ  લલિત વસોયા, લલિત કગથરા પણ જોડાયા છે.

Advertisement

અમરેલીમાં આજે પરેશ ધાનાણીના અનશન દરમિયાન શહેર કોંગ્રેસના આગેવાનો અને નાગરિકોએ પણ મુલાકાત લીધી હતી, અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસના ધરણાં દરમિયાન પૂર્વ ધારાસભ્યએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. લલિત કગથરાનો પૂર્વ સાંસદ કાછડિયાને પડકાર ફેંકીને જણાવ્યું છે કે નારણ કાછડિયાને જાહેરમાં ચર્ચા કરે. પૂર્વ MLA લલિત વસોયાએ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને આ ઘટનામાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે. જો પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમરેલી લેટરકાંડ મામલે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેર મંચ પર આવવા જણાવ્યું છે. નારણ કાછડિયા પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવે છે તો જાહેરમાં ચર્ચા કરવી જોઈએ. પૂર્વ ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે પાટીદાર દીકરી નહિ સર્વ સમાજની દીકરીઓ માટે લડીએ છીએ.

બીજી બાજુ અમરેલી લેટરકાંડ મામલે ધારાસભ્ય કૌશિક વેકરિયાના સમર્થનની પોસ્ટ વાયરલ થઈ છે. સોશ્યલ મીડિયામાં પોસ્ટ શેર કરવામાં આવી છે. અમરેલીના અનેક લોકોએ પોસ્ટ સ્ટેટ્સમાં મૂકી છે. જેમાં લખવામાં આવ્યું છે કે  આઈ સપોર્ટ વેકરિયા  લખવામાં આવ્યું છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઘરણા કરતા રાજકારણ ગરમાયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement