For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પનામા તાત્કાલિક 'નહેર' પર ચીનના પ્રભાવ-નિયંત્રણમાં ફેરફાર કરે: અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો

11:43 AM Feb 03, 2025 IST | revoi editor
પનામા તાત્કાલિક  નહેર  પર ચીનના પ્રભાવ નિયંત્રણમાં ફેરફાર કરે  અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો
Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ દરમિયાન પનામા નહેર પર ચીનના વધતા પ્રભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ માંગ કરી છે કે પનામા તાત્કાલિક 'નહેર' પર ચીનના પ્રભાવ અને નિયંત્રણમાં ફેરફાર કરે.

Advertisement

અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું છે કે પનામાએ આ કરવું જ પડશે, નહીંતર અમેરિકા બંને દેશો વચ્ચેની સંધિ હેઠળ તેના અધિકારોનું રક્ષણ કરવા માટે વ્યાપક પગલાં લેશે. પનામા સિટીમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ અને પનામાના રાષ્ટ્રપતિ રાઉલ મુલિનો વચ્ચેની બેઠક બાદ આ ચેતવણી આપવામાં આવી છે. પનામાના રાષ્ટ્રપતિ મુલિનોએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમને પનામા નહેર પર અમેરિકા દ્વારા કબજો કરવાનો કોઈ ખતરો દેખાતો નથી. રાષ્ટ્રપતિ મુલિનોએ કહ્યું કે તેમણે "ચીનના પ્રભાવ અંગે ટ્રમ્પની ચિંતાઓને દૂર કરવા માટે" આ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement