કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ નજર કેદ હોવાના પાકિસ્તાનના દાવાની પોલ ખુલી
નવી દિલ્હીઃ કુખ્યાત પાકિસ્તાન હાફિઝ સઈદ હાલ પાકિસ્તાનમાં આઝાદીથી ચુસ્તસુરક્ષા બંદોબસ્ત વચ્ચે લાહોરમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. હાફિઝ સઈદના ઘરનો વીડિયો અને તેના ઘરની બહાર ગોઠવવામાં આવી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદને નજર કેદ રાખવામાં આવ્યો હોવાના પાકિસ્તાન દ્વારા દાવા કરવામાં આવે છે. જો કે, વાયરલ થયેલા વીડિયોએ પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલી નાખી છે.
મુંબઈમાં વર્ષ 2008માં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનના લાહોરમાં આલીશાન બંગલામાં રહે છે. એટલું જ નહીં તેને ત્રણ લહેરમાં સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. પાકિસ્તાન પોલીસ અને સુરક્ષાદળો દ્વારા પણ તેને સુરક્ષા પુરી પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સઈદના બંગલાની પાસે જ એક ઈમારત બનાવવામાં આવી છે. આ ઈમારતમાં મસ્જિદ અને મદરેસા છે, એટલું નહીં આ સંકુલમાં હાફિઝની ઓફિસ હોવાનું પણ જાણવા મળે છે. એટલું જ નહીં હાઈઝ પાસે ખાનગી સુરક્ષા હોવાનું પણ સામે આવ્યું છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. તેમજ ભારત મોટો હુમલો કરે તેવો ભય પાકિસ્તાને સતાવી રહ્યો છે. દરમિયાન હાફિઝ સઈદના ઘરની સુરક્ષા પણ વધારવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને સિંધુ જળ સંધિ અટકાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ હાઈફ સઈદને પીએમ મોદીને ધમકી આપતો વીડિયો સામે આવ્યો હતો. જેમાં સઈદે લોહીની નદીઓ વહેડાવવાની પણ ભારતને ધમકી આપી હતી. હવે હાફિઝ સઈદના આલીશાન બંગલાનો વીડિયો સામે આવ્યો છે.