ભારતને ઉશ્કેલવાનો પાકિસ્તાનનો પ્રયાસ, પીસીબી PoKમાં ટ્રોફીની યાત્રા કાઢશે
પાકિસ્તાનમાં આગામી વર્ષે યોજનારા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષાના કારણોસર નહીં જવાનો નિર્ણય જાહેર કર્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાનના કેટલાક પૂર્વ ક્રિકેટરો અને પીસીબીના અધિકારીઓ બીસીસીઆઈ અને ભારત સામે વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યાં છે. ભારતના નિર્ણય બાદ નારાજ પીસીબીએ હિન્દુસ્તાનને ઉશ્કેરવા માટે આ ટૂર્નામેન્ટની ટ્રોફી સાથે યાત્રા નિકાળવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પીઓકેના 3 વિસ્તારમાં આ યાત્રા કાઢવામાં આવશે. ગુરુવારે પહોંચી આ ટૂર્નામેન્ટની ટ્રોફીની યાત્રા તા. 16મી નવેમ્બરથી 24મી નવેમ્બર સુધી યોજાશે.
પીસીબીએ એક નિવેદનમાં કહ્યું છે કે ટ્રોફીની સફર સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ થઈને કરવામાં આવશે. મુરી સિવાય, અન્ય ત્રણ સ્થળો પીઓકે વિસ્તારોનો ભાગ છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના આ પગલાથી ભારતમાં નારાજગી વધવાની સંભાવના છે. એટલું જ નહીં, પાકિસ્તાને પોતાના ટ્વિટમાં જાણીજોઈને આ જગ્યાઓનો ઉલ્લેખ કર્યો છે. PCBએ લખ્યું, 'તૈયાર થઈ જાઓ પાકિસ્તાન. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફી પ્રવાસ ઈસ્લામાબાદમાં 16 નવેમ્બરથી શરૂ થશે અને તે સ્કર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદની પણ મુલાકાત લેશે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો માટે પસંદ કરાયેલા સ્થળોમાં આ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાનના ટ્વીટમાં તે જગ્યાઓને મહત્વ આપવામાં આવ્યું નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ, ત્રણેય પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સ્થિત છે. PCBની આ કાર્યવાહીને પ્રવાસ નહીં કરવાના ભારતના નિર્ણય સામે ઉશ્કેરણી તરીકે જોવામાં આવી રહી છે.