કર્ણાટકના બંદરે આવેલા ઈકારી કાર્ગો જહાજમાંથી પાકિસ્તાની નાગરિકોને બહાર નીકળવા ન દેવાયા
બેંગ્લોરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે દરમિયાન ઈરાકથી કર્ણાટક આવેલા કાર્ગો જહાજના કેટલાક સ્ટાફને તંત્ર દ્વારા ઉતરવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ સ્ટાફમાં પાકિસ્તાની અને સીરિયન નાગરિકોનો સમાવેશ થાય છે. આ કર્મચારીઓ બે દિવસ સુધી જહાજમાં જ રહ્યાંનું જાણવા મળે છે.
કર્ણાટકના કારવાર બંદરે એક ઇરાકી કાર્ગો જહાજ પહોંચ્યું હતું. આ જહાજ ઇરાકના અલ ઝુબૈરથી નીકળ્યું હતું. આ જહાજમાં બે સીરિયન અને એક પાકિસ્તાની સ્ટાફ હતો. આ ઉપરાંત 15 ભારતીય સ્ટાફ હતા, પરંતુ સુરક્ષા કારણોસર, જહાજના સ્ટાફને કારવાર બંદર પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જહાજમાંથી કાર્ગો ઉતારવામાં આવ્યો, પરંતુ પાકિસ્તાની અને સીરિયન સ્ટાફને બે દિવસ સુધી જહાજ પર જ રાખવામાં આવ્યા હતા.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતા. ભારતીય સેનાએ ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાન સામે પણ કડક કાર્યવાહી કરી. તેમણે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો. આ કારણોસર, કાર્ગો જહાજના પાકિસ્તાની સ્ટાફને કારવાર બંદર પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.