For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચાર્લી હેબ્દોની ઓફિસ બહાર હુમલો કરનાર પાકિસ્તાનીને 30 વર્ષની જેલ

05:44 PM Jan 24, 2025 IST | revoi editor
ચાર્લી હેબ્દોની ઓફિસ બહાર હુમલો કરનાર પાકિસ્તાનીને 30 વર્ષની જેલ
Advertisement

પેરિસની સ્પેશિયલ ક્રિમિનલ કોર્ટે એક પાકિસ્તાની નાગરિકને 30 વર્ષની જેલની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર વર્ષ 2020માં ફ્રેન્ચ સાપ્તાહિક વ્યંગાત્મક મેગેઝિન ચાર્લી હેબ્દોની જૂની ઓફિસની બહાર બે લોકોને મારવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો. આ કરવા માટે તેણે માંસ કાપવાની છરીનો ઉપયોગ કર્યો હતો. જોકે, તેના હુમલામાં બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Advertisement

ગેરકાયદેસર રીતે ફ્રાન્સમાં પ્રવેશ્યો હતો પાકિસ્તાની નાગરિક
રિપોર્ટ અનુસાર પાકિસ્તાની નાગરિક ઝહિર મહૂમદ 20219માં ગેરકાયદેસર રીતે ફ્રન્સમાં પ્રવેશ્યો હતો. તમને જણાવીએ કે ચાર્લી હેબ્દો પત્રિકાએ 2015માં પૈગંબર મહોમ્મ્દનું કાર્ટુન પકાશિત કર્યું હતુ, જે બાદ તે જ કાર્યાલય પર આતંકવાદી હુમલો થયો હતો. તે હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા બે માસ્ક પહેરેલા બંદૂકધારિયો ઓફિસમાં જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 8 એડિટોરિયલ સ્ટાફ સહિત 12 લોકો માર્યા ગયા હતા.

2020માં જ્યારે એક પાકિસ્તાની નાગરિકે હુમલો કર્યો ત્યારે તેણે વિચાર્યું કે ત્યાં ચાર્લી હેબ્દોની ઓફિસ છે, પરંતુ 2015ના આતંકવાદી હુમલા બાદ મેગેઝિને તેની ઓફિસ બદલી નાખી હતી.

Advertisement

આ કુરાન અને પાકિસ્તાનનો કાયદો છે- આરોપી
આ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં અભિવ્યક્તિ અને ધર્મની સ્વતંત્રતા અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. 2020માં જે લોકો પર પાકિસ્તાની નાગરિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ત્યાં સિગારેટ પીતા હતા. એએફપીના અહેવાલ મુજબ, આરોપીએ કોર્ટમાં કહ્યું, "મને લાગ્યું કે આ કુરાન અને પાકિસ્તાનનો કાયદો છે."

ઝહીર મહમૂદ મૂળ પાકિસ્તાનના ગ્રામીણ વિસ્તારનો છે. અદાલતે અગાઉ સાંભળ્યું હતું કે મેહમૂદ કટ્ટરપંથી પાકિસ્તાની ઉપદેશક ખાદિમ હુસૈન રિઝવીથી પ્રભાવિત હતો, જેમણે પ્રોફેટનો બદલો લેવા માટે નિંદા કરનારાઓનું શિરચ્છેદ કરવાની હાકલ કરી હતી. મહમૂદને હત્યાના પ્રયાસ અને આતંકવાદી ષડયંત્ર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર ફ્રાન્સમાં ફરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement