For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં LoC પર કેટલીક જગ્યાએ કર્યો ગોળીબાર

10:42 AM Apr 25, 2025 IST | revoi editor
પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં loc પર કેટલીક જગ્યાએ કર્યો ગોળીબાર
Advertisement

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર કેટલીક જગ્યાએ ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે."

Advertisement

આતંકવાદીઓ દ્વારા 26 નાગરિકોની ક્રૂર હત્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ નવા સ્તરે પહોંચી ગયો છે. પહેલગામ આતંકવાદી હુમલા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, આતંકવાદીઓ, તેમના હેન્ડલર અને સમર્થકોનો પીછો કરવામાં આવશે અને વિશ્વના કોઈપણ ખૂણામાં બદલો લેવામાં આવશે. નાગરિકોની હત્યાઓ માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે પહેલગામના બૈસરન મેદાનમાં ચોથા દિવસે પણ એક વિશાળ આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહી.

આ દરમિયાન, અન્ય આતંકવાદ વિરોધી કામગીરીમાં, ગુરુવારે ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક સૈનિક શહીદ થયા છે. સેનાએ કહ્યું હતું કે, "ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ગુરુવારે બસંતગઢ (ઉધમપુર) માં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ભારે ગોળીબાર શરૂ થયો હતો. આપણા એક બહાદુર સૈનિક શરૂઆતના મુકાબલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પછી તેમની ડોક્ટરી સારવાર કરવામાં આવી હતી પણ તેમણે પોતાનું જીવન બલિદાન આપ્યું હતી. હાલ ઓપરેશન ચાલુ છે.”

Advertisement

ગઈકાલે ગુરુવારે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એક એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓ સામેની કાર્યવાહી ગોળીબારથી શરૂ થઈ હતી પરંતુ શુક્રવાર સવારથી ગોળીબારના કોઈ અહેવાલ નથી. સુરક્ષા દળોએ પૂંછ જિલ્લામાં આતંકવાદીઓ સામે વધુ એક કાર્યવાહી શરૂ કરી. બૈસરન મેદાન હત્યાકાંડ માટે જવાબદાર આતંકવાદીઓને શોધી કાઢવા અને શોધવા માટે પહેલગામ વિસ્તારમાં એક વિશાળ આતંકવાદ વિરોધી કાર્યવાહી ઉપરાંત હાલમાં ત્રણ કામગીરી ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement