For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાની સેનોએ ઉરી હાઇડ્રોપાવર પ્લાન્ટ પર હુમલોનો પ્લાન બનાવ્યો હતો

01:56 PM Nov 26, 2025 IST | revoi editor
પાકિસ્તાની સેનોએ ઉરી હાઇડ્રોપાવર પ્લાન્ટ પર હુમલોનો પ્લાન બનાવ્યો હતો
Advertisement

નવી દિલ્હીઃ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ થયા થોડા કલાકોમાં જ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે એલઓસીની નજીક આવેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને ડ્રોન દ્વારા નિશાન બનાવવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્લાન્ટની સુરક્ષામાં તૈનાત CRPFના જવાનોએ આ નાપાક હરકતને નિષ્ફળ બનાવી હતી. તેમ સીઆરપીએફએ જણાવ્યું હતું. પાકિસ્તાનની આ હરકતને નિષ્ફળ બનાવનારા 19 શૂરવીર CRPF જવાનોને DG Discથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

મે 2025માં સરહદ પારથી થઈ રહેલી ભારે ગોળીબાર વચ્ચે જવાનોએ ઉરીના હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નિશાન બનાવનારા ડ્રોનોને ડિફ્યુઝ કર્યા હતા અને 250 નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. નવી દિલ્હીમાં CISF મુખ્યાલય ખાતે 19 CRPF જવાનોને DG Discથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, 6 થી 7 મેઇની રાતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ધમધમતા આતંકી ઠિકાણાઓ પર ચોક્કસ એયર સ્ટ્રાઇક કરવામાં આવી હતી.  ત્યાર બાદ પાકિસ્તાને ભારતીય વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબારી શરૂ કરી હતી, જેના કારણે ઉરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ જેવા મહત્વના પ્રતિષ્ઠાનો જોખમમાં આવી ગયા હતા.

CISFએ જણાવ્યું હતું કે, ભારે ગોળીબાર વચ્ચે કમાન્ડન્ટ રવિ યાદવએ મહત્વના પ્રતિષ્ઠાનો અને નજીકની બસ્તીઓની સુરક્ષા માટે ઝડપી પગલાં લીધા હતા. પાકિસ્તાને ડ્રોન દ્વારા ઉરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ CRPFએ તેને નિષ્ફળ બનાવી દીધો હતો. જ્યારે મોર્ટાર શેલ્સ ગામડાંઓની નજીક પડવા લાગ્યા, ત્યારે જવાનોએ દરેક ઘરમાં જઈને 250 નાગરિકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા.

Advertisement

ઓપરેશનની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું કે, ઉરી પ્રોજેક્ટ નિયંત્રણ રેખાની ખૂબ નજીક હોવાથી પાકિસ્તાનએ સૌ પ્રથમ તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, તેમના તમામ પ્રયાસો CRPFની સતર્કતા અને શૌર્ય સામે નિષ્ફળ રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement