For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતે આવ્યો વળતો જવાબ

01:08 PM May 05, 2025 IST | revoi editor
પાકિસ્તાને loc પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન  ભારતે આવ્યો વળતો જવાબ
Advertisement

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું...જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો...ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને કારણે પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી માટે સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે... ભારતીય સેનાના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સેનાએ તારીખ 4-5 મેની રાત્રે ફરીથી આવી કૃત્ય કર્યું.

Advertisement

ટોચના લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રિ દરમિયાન, પાકિસ્તાની સૈન્ય ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીનો ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય જવાબ આપ્યો.

સંરક્ષણ મંત્રીએ ભારતના દુશ્મનોને ચેતવણી આપી. આ દરમિયાન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતના દુશ્મનોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, દેશ સામે આંખ ઉંચી કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, તેઓ ખાતરી આપે છે કે તમે જે ઇચ્છો છો તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે.

Advertisement

સંરક્ષણ મંત્રીના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનોને એ જ ભાષામાં જવાબ આપશે જે ભાષા દેશના લોકો ઇચ્છે છે. તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ પ્રધાન તરીકે આપણી સેનાની સાથે દેશની સરહદોનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. આ ઉપરાંત, દેશ પર ખરાબ નજર રાખનારાઓને જવાબ આપવાની પણ મારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, "તમે બધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની કાર્યશૈલીથી સારી રીતે વાકેફ છો. તમે તેમના દૃઢ નિશ્ચયથી પણ સારી રીતે વાકેફ છો."

Advertisement
Tags :
Advertisement