પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ સુરક્ષાદળોએ તમામ બંધકોને મુક્ત કરાવ્યાં
પાકિસ્તાની આર્મીએ પોતાના બંધકોને મુક્ત કરવામાં સફળતા મેળવી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે પાકિસ્તાની ટીવી ચેનલ દુનિયા ન્યૂઝને જણાવ્યું કે આર્મીએ તમામ 33 બલૂચ વિદ્રોહીઓને ઠાર મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર કરવામાં આવશે. આ ઘટનામાં 21 મુસાફરો અને અર્ધસૈનિક દળોના 4 જવાનોના મોત થયા છે. સશસ્ત્ર દળોએ બુધવારે સાંજે તમામ આતંકવાદીઓને મારીને અને તમામ મુસાફરોને સુરક્ષિત આઝાદી અપાવીને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
વિસ્ફોટકનો ઉપયોગ કરીને ટ્રેનને પાટા પરથી ઉતારીને તેને હાઈજેક કરી
જોકે બલૂસ વિદ્રોહીઓએ અગાઉ પાકિસ્તાનની એક ટ્રેન પર હુમલો કરીને, તેમાં પાકિસ્તાનના 21 મુસાફરોની હત્યા કરી હતી. ત્યારે આ ઘટનામાં અનેક પાકિસ્તાની સૈનિકો પણ શહિદ થયા હતા. ત્યારે પાકિસ્તાને એક સઘન ઓપરેશન ચલાવીને જબાવદાર બલૂચ વિદ્રોહી દળના તમામ 33 આતંકવાદીઓને મારી નાખ્યા અને બંદીઓને મુક્ત કરાવી લીધા. નવ ડબ્બાવાળી જાફર એક્સપ્રેસમાં લગભગ 400 મુસાફરો સવાર હતા અને આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ ક્વેટાથી 160 કિલોમીટર દૂર ગુડાલાર અને પીરુ કુરીના પર્વતીય વિસ્તારમાં એક સુરંગ પાસે વિસ્ફોટકનો ઉપયોગ કરીને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી અને તેને હાઈજેક કરી લીધી.
મહિલાઓ અને બાળકો સહિત બંદીઓને માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો
ઓપરેશનની વિગત આપતા લેફ્ટિનન્ટ જનરલ ચૌધરીએ કહ્યું કે જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં પહોંચવું મુશ્કેલ હતું કારણ કે તે રસ્તાઓ નેટવર્કથી ખૂબ દૂર હતા. આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત બંદીઓને માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. તેમને બચાવવા માટે આર્મી, વાયુસેના, ફ્રન્ટિયર કોર અને એસએસજીના જવાનોએ કાર્યવાહી કરી અને તમામ બંદીઓને મુક્ત કરાવ્યા હતા.
અફઘાનિસ્તાનમાં તેમના સમર્થકો અને માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં હતા
પાકિસ્તાની આર્મીએ કહ્યું કે આ આતંકવાદીઓ ઓપરેશન દરમિયાન સેટેલાઇટ ફોન દ્વારા અફઘાનિસ્તાનમાં તેમના સમર્થકો અને માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં હતા. બંદીઓને બચાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી હતી. સાંજે આતંકવાદીઓ પાસેથી લગભગ 100 મુસાફરોને સુરક્ષિત બચાવ્યા અને આજે પણ મોટી સંખ્યામાં મુસાફરોને મુક્ત કરાવવામાં આવ્યા છે.