ન્યૂઝીલેન્ડની સામેની ટી20 સિરીઝમાં પાકિસ્તાનની સતત બીજી હાર
ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને T20 સીરીજની બીજી મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતુ. પાકિસ્તાનની આ લગાતાર બીજી હાર છે. ન્યૂઝીલેન્ડ આ સીરીજની પ્રથમ મેચમાં પણ હરાવ્યું હતુ. ટિમ સીફર્ટને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 45 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. સીફર્ટએ શાહીન અફ્રિદીની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારી હતી. તેની સાથે સાથે ફિન એલનએ પણ સારું પરફોમન્સ કર્યું હતુ.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડને જીતવા માટે 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 13.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ માટે ટિમ સેફર્ટ અને ફિન એલન ઓપનિંગ કરવા આવ્યા હતા. સેફર્ટે 22 બોલમાં 45 રન બનાવ્યા હતા. તેણે ઇનિંગમાં 5 સિક્સ અને 3 ફોરનો સમાવેશ થાય છે. એલને 16 બોલમાં 38 રનની ઇનિંગ રમી હતી. તેણે 5 સિક્સર પણ ફટકારી હતી.
ન્યુઝીલેન્ડનો ખેલાડી માર્ક ચેમ્પમેન 1 રન બનાવીને આઉટ થયો હતો. ડેરીલ મિશેલ 14 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. જેમ્સ નીશમ પણ માત્ર 5 રન બનાવીને વોકઆઉટ થયો હતો. મિચેલ હેએ 21 રનની અણનમ ઇનિંગ રમી હતી. 16 બોલનો સામનો કરીને તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેપ્ટન બ્રેસવેલ 5 રન બનાવીને અણનમ રહ્યો હતો.
પાકિસ્તાન તરફથી બોલિંગ કરતા હરિસ રઉફે 2 વિકેટ લીધી હતી. મોહમ્મદ અલી અને ખુશદિલ શાહે એક-એક વિકેટ લીધી હતી. સલમાન આગાએ ટીમ માટે બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 28 બોલનો સામનો કરીને 46 રન બનાવ્યા હતા. સલમાનની આ ઇનિંગમાં 4 ફોર અને 3 સિક્સ સામેલ હતી. શાદાબ ખાને 14 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પાંચ મેચોની સીરીજમાં પાકિસ્તાનની આ સતત બીજી હાર હતી. હવે સીરીજની ત્રીજી મેચ 21 માર્ચે ઓકલેન્ડમાં રમાશે.