પાકિસ્તાને આતંકવાદી મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ ભારત
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અઝહર 2001માં ભારતીય સંસદ પર હુમલા અને 2019માં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે પાકિસ્તાનના બહાવલપુરમાં એક સભાને સંબોધી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "મસૂદ અઝહર યુએન દ્વારા નિયુક્ત કરાયેલો આતંકવાદી છે. અમે માંગ કરીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેને ન્યાયમાં લાવવામાં આવે. તે પાકિસ્તાનમાં હોવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે 1999માં હાઈજેક કરાયેલી ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 (IC814)ના બંધકોને છોડાવવાના બદલામાં અઝહરને મુક્ત કર્યો હતો. ગયા મહિને તેમના ભાષણમાં, અઝહરે વૈશ્વિક ઇસ્લામિક વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ભારત અને ઇઝરાયલને નિશાન બનાવીને જેહાદી ઓપરેશન ફરી શરૂ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલા ભાષણમાં કથિત રીતે ભારત સામેની ધમકીઓ શામેલ છે, જેમાં તેણે કહ્યું હતું કે, "ભારત, તમારું મૃત્યુ આવી રહ્યું છે".