For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓનો દોષ બીજા પર ઢોળવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ: ભારત

11:35 AM Mar 17, 2025 IST | revoi editor
પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓનો દોષ બીજા પર ઢોળવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ  ભારત
Advertisement

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે કે ભારત તેના ટ્રેન હાઇજેકમાં સામેલ હતો. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ટિપ્પણી અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે નવી દિલ્હી પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. તેમણે ઉમેર્યું કે આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓનો દોષ બીજા પર ઢોળવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ.

Advertisement

પાકિસ્તાનની "કટ્ટરપંથી માનસિકતા"ની નિંદા કરતા UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શકાય નહીં અથવા આ વાસ્તવિકતા બદલી શકાય નહીં કે આ ક્ષેત્ર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. પી. હરીશે શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઇસ્લામોફોબિયા સામે લડવા માટે યોજાયેલી મહાસભાની અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવ તહમીના જંજુઆએ ઉઠાવેલા કાશ્મીરના મુદ્દા પર પ્રતિક્રિયા આપી હતી.

પી. હરીશે વધુમાં કહ્યું કે, "જેમ તેમની ટેવ છે, તેમ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ સચિવે આજે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો અયોગ્ય ઉલ્લેખ કર્યો છે. વારંવાર સંદર્ભો આપવાથી ન તો તેમના દાવાઓ યોગ્ય ઠરશે અને ન તો સરહદ પાર આતંકવાદને લઈને તેમની  પ્રૅક્ટિસને ન્યાયી ઠેરવી શકાશે." પી. હરીશે પાકિસ્તાન વિશે કહ્યું કે, "આ દેશની કટ્ટરવાદી માનસિકતા અને ઉગ્રવાદનો રેકોર્ડ જાણીતો છે."

Advertisement

Advertisement
Tags :
Advertisement