હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પાકિસ્તાન CPECમાંથી કોઈ લાભ લઈ શક્યુ નથીઃ પાકિસ્તાની મંત્રીની કલુબાત

06:29 PM Nov 14, 2025 IST | revoi editor
Advertisement

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના એક વરિષ્ઠ મંત્રીએ સ્વીકાર્યું છે કે, દેશ ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) જેવી મોટી તકમાંથી કોઈ મહત્વનો લાભ લઈ શક્યો નથી. યોજનામંત્રી અહસાન ઇકબાલે ખુલાસો કર્યો કે, પૂર્વ સરકારના કાર્યકાળ દરમિયાન ચીની રોકાણને બદનામ કરવાની કોશિશ થતાં મોટા ભાગના ચીની રોકાણકાર દેશ છોડીને જવા મજબૂર બન્યા હતા.

Advertisement

અહસાન ઇકબાલે ‘એક્સપ્રેસ ટ્રિબ્યુન’ને આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાએ અનેક વખત ઉડાન ભરવાનો મોકો ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે CPEC જેવી ‘ગેમ ચેન્જર’ પ્રોજેક્ટનો લાભ પણ આપણે હાથ પરથી ગયા દઈ દીધો.

લગભગ 60 અબજ ડોલરની કિંમતવાળો CPEC, ચીનના શિંજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના બલૂચિસ્તાન સ્થિત ગ્વાદર બંદર સાથે જોડે છે. ચીનના પ્રમુખ શી જિનપિંગની Belt and Road Initiative (BRI) હેઠળની આ સૌથી મહત્ત્વની યોજનાઓમાંથી એક કહેવાય છે, જેનો મુખ્ય હેતુ ચીનની વૈશ્વિક પહોંચ વધારવાનો છે.

Advertisement

પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) દ્વારા યોજાયેલી બે દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટનમાં બોલતા ઇકબાલે કહ્યું કે, ક્રિકેટની ભાષામાં કહીએ તો - પાકિસ્તાને આ મોટી ઇનિંગ રમવાનો મોકો ચૂકી ગયો. તેમણે આ નિષ્ફળતા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI)ને જવાબદાર ગણાવી.

ઇકબાલે કહ્યું કે ચીને કઠિન સમયમાં પાકિસ્તાનની નોંધપાત્ર મદદ કરી હતી. પરંતુ વિરોધ પક્ષોએ ચીની રોકાણને વિવાદોમાં ખેંચી તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અનેક ચીની રોકાણકર્તાઓએ પ્રોજેક્ટમાંથી હાથ ખેંચી લીધો.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article