For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષી ઠેરવવાની પાકિસ્તાનની જૂની પ્રથા છેઃ ભારત

11:42 AM Oct 17, 2025 IST | revoi editor
આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષી ઠેરવવાની પાકિસ્તાનની જૂની પ્રથા છેઃ ભારત
Advertisement

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ધર્ષણ ચાલી રહ્યું છે. દરમિયાન અફઘાનિસ્તાન સામે પાકિસ્તાને પીછેહેઠ કરીને સિઝફાયરની વિનંતી કરી હતી. દરમિયાન પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા લઈને ભારત ઉપર આક્ષેપ કર્યાં છે. દરમિયાન પાકિસ્તાનના આક્ષેપોને પાયાવિહોણા ગણાવીને ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે.

Advertisement

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.

તેમણે કહ્યું, પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે પોતાના પડોશીઓને દોષી ઠેરવવાની પાકિસ્તાનની જૂની પ્રથા છે. પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાન અફઘાનિસ્તાન દ્વારા પોતાના પ્રદેશો પર સાર્વભૌમત્વનો ઉપયોગ કરવાથી ગુસ્સે છે અને ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. કાબુલમાં ભારતીય મિશન અંગે, જયસ્વાલે કહ્યું કે ભારતનું ટેકનિકલ મિશન જૂન 2022થી કાબુલમાં કાર્યરત છે. તેમણે માહિતી આપી કે આગામી થોડા દિવસોમાં તેનું દૂતાવાસમાં રૂપાંતર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement