પાકિસ્તાને રાત્રે ફરીથી ભારત ઉપર ડ્રોન વડે હુમલા નો પ્રયાસ
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે દરમિયાન આજે શુક્રવારની રાતના પણ પાકિસ્તાને ભારતીય સરહદી જિલ્લાઓમાં ગોળીબાર કરવાની સાથે ડ્રોન વડે હુમલાઓ ચાલુ રાખ્યા હતા બીજી તરફ ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ડ્રોન તોડી પાડે હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત ભારતીય સેનાએ પાકિસ્તાનને ગોળીબારનો તેની ભાષામાં જ જવાબ આપ્યો હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાની સેનાએ શુક્રવારે જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓ ઉપર ડ્રોન વડે હુમલો કર્યો હતો. સાંબા, રાજોરી, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર અને રાજસ્થાનના જેસલમેર ઉપર ડ્રોન વડે હુમલા નો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારતીય સેનાએ તમામ દ્રોણ તોડી પાડ્યા હોવાનું જાણવા મળે છે. સરહદી વિસ્તારના તમામ ગામોમાં આજે શુક્રવારે પણ બ્લેકઆઉટ પાડવામાં આવ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવતો હોવાથી સતત સાયરામના અવાજ લોકોને સાંભળવા મળ્યા હતા.
ડ્રોન હુમલાઓના પગલે ભારતીય સુરક્ષા જવાનું વધુ શબ્દ બને છે તેમજ ડિફેન્સ એ સિસ્ટમ વડે આ તમામ દ્રોણને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મી પોતાના નાગરિકોને ઢાલ બનાવતી હોય તેમ આજે શુક્રવારે પણ પોતાની એક્સપ્રેસ બંધ રાખવાની બદલે ચાલુ રાખી હતી.
પાકિસ્તાન દ્વારા સરહદી જિલ્લાઓમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા હોવાથી ભારતીય સુરક્ષા તંત્ર વધુ સાબદુ બન્યું છે બીજી તરફ દિલ્હીમાં શુક્રવાર રાતના પણ બેઠકોનો દોર જોવા મળ્યો હતો. સમગ્ર પરિસ્થિતિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ નજર રાખી રહ્યા છે.