For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપીને ભારત ઉપર હુમલો કર્યોઃ એર માર્શલ

04:38 PM May 12, 2025 IST | revoi editor
પાકિસ્તાનને આતંકવાદને સમર્થન આપીને ભારત ઉપર હુમલો કર્યોઃ એર માર્શલ
Advertisement

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈને ડીજીએમઓની પ્રેસ બ્રીફિંગમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયાં છે. એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું હતું કે, અમારી લડાઈ માત્ર આતંકવાદ સામે છે અને અમે આતંકવાદીઓના ઈન્ફ્રાસ્ટ્રાક્ચરને નિશાન બનાવ્યાં છે. પરંતુ પાકિસ્તાન સેનાએ આતંકવાદીઓને સાથે આપ્યો હતો. અમારા તમામ સૈન્ય ઠેકાણા, મિલિટ્રી બેઝ સંપૂર્ણ રીતે એક્ટિવ છે અને જરૂર પડશે તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના મિશનને પૂર્ણ કરવા માટે પુરી રીતે તૈયાર છીએ.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે એટલે જ અમે 7 મેના રોજ માત્ર આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલો કર્યો હતો. પરંતુ દુખની વાત તો એ છે કે, પાકિસ્તાનની સેનાને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને એટલે જ આ લડાઈને પોતાની લડાઈ બનાવી લીધી. આ પરિસ્થિતિમાં અમારી જવાબી કાર્યવાહી ખુબ જરુરી હતી અને જેનાથી જે નુકશાન થયું તેના માટે તેઓ ખુદ જવાબદાર છે. આપણું એર ડિફેન્સ સિસ્ટમ દેશ માટે એક દિવારની જેમ ઉભુ રહ્યું છે અને તેને ભેદવુ દુશ્મન માટે અશક્ય છે.

DGMO લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના ડ્રોન આપણા ગ્રીડને કારણે નષ્ટ થયાં, બોર્ડ સિક્યોરિટી ફોર્સના કારણે જ પાકિસ્તાનના નાપાક હરકતનો વિનાશ શક્ય બન્યો છે. ઓપરેશન સિંદૂરની એર ડિફેન્સ કાર્યવાહીને આપણે એક સંદર્ભમાં સમજવાની જરુર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદીઓની ગતિવિધિઓના કેરેક્ટરમાં ફેરફાર થયો છે. તેઓ સેનાની સાથે નિર્દોશ લોકો ઉપર હુમલા કરી રહ્યાં છે. 2024માં શિવખોડી મંદિર તરફ જતા તીથયાત્રીઓ અને આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યાં હતા.

Advertisement

તેમણે જણાવ્યું હતું, પહેલગામ હુમલા સુધી તેમના પાપનો ઘડો ભરાઈ ચુક્યો છે કેમ કે, આતંકવાદીઓ પર આપણા સચોટ હુમલા એલઓસી અને આઈબીને પાર કર્યાં વિના કરવામાં આવ્યો હતો. અમને આશંકા હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે હવાઈ સંરક્ષણ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ અમારા હવાઈ ક્ષેત્રો અને લોજિસ્ટિક સ્થાપનો પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત હવાઈ સંરક્ષણ ગ્રીડ સામે નિષ્ફળ ગયા.

Advertisement
Tags :
Advertisement