વર્ષ 1971માં પાકિસ્તાની સેનાએ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર ગુજાર્યો હતોઃ ભારત
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલોની સુરક્ષા અને શાંતિ વ્યવસ્થાને લઈને મળેલી બેઠકમાં ભારતે પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વથનેની હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાન માત્ર જુઠ્ઠાણા ફેલાવીને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. 1971માં ઓપરેશન સર્ચલાઈટ હેઠળ પાકિસ્તાની સેનાએ લગભગ 4 લાખ મહિલાઓ સાથે બળાત્કાર કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, યુએનમાં દર વર્ષે પાકિસ્તાન ભારતની નિંદા કરે છે ખાસ કરીને જમ્મુ-કાશ્મીર મામલે, જેની ઉપર કબ્જો કરવા માંગે છે જે માટે અવાર-નવાર હુમલા પણ કરે છે. પાકિસ્તાન એવો દેશ જે પોતાના દેશના નાગરિકો ઉપર બોમ્બ મારે છે અને નરસંહાર કરે છે. આવુ માત્ર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કરવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, ઓપરેશન સર્ચલાઈટ હેઠલ પાકિસ્તાની સેનાએ પોતાના નાગરિકોની હત્યા કરી હતી એટલી જ નહીં સેનાએ 4 લાખ મહિલાઓ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. હવે દુનિયા પાકિસ્તાનના જુઠ્ઠાણાને સમજી ગઈ છે.
હરીશએ ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતમાં મહિલા શાંતિ સૈનિકોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ડો. કિરણ બેદી ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી હતા. તેમણે કહ્યું કે, મારુ માનવું છે કે, હવે સવાલ એ નથી કે મહિલાઓ શાંતિ મિશનોમાં કામ કરી શકશે કે નહીં, પરંતુ શું શાંતિ મિશન મહિલાઓ વિના સંભવ છે?
મહિલાઓને શાંતિ મિશનમાં સામેલ કરવાની ખાસ વાત એ છે કે, તે લૈગિંક હિંસાને દૂર કરવામાં મદદ કરી શકે છે અને આ સુનિશ્ચિત કરે છે કે, શાંતિ પ્રક્રિયા સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર પણ કહે છે કે, મહિલા શાંતિ સૈનિક “શાંતિની દૂત” છે.