For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઓખાના મધદરિયે ભારતીય માછીમારીની બોટ પર પાક,મરીનનું ફાયરિંગ, બોટ ડુબી

05:09 PM Nov 18, 2024 IST | revoi editor
ઓખાના મધદરિયે ભારતીય માછીમારીની બોટ પર પાક મરીનનું ફાયરિંગ  બોટ ડુબી
Advertisement
  • ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા,
  • પાક મરીન ભારતીય માછીમારોના અપહરણની વેતરણમાં હતું,
  • ભારતીય કોસ્ટગાર્ડે પાક.મરીનનો સામનો કર્યો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય જળસીમાંમાંથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણના બનાવો બનતા હોય છે. ભારતિય કોસ્ટ ગાર્ડના જવાનો અને પાકિસ્તાની મરીન સામસામે ચોકી પહેરો કરતા હોય છે. દરમિયાન ભારતીય માછીમારોની બોટ માછીમારી કરતી હતી તે દરમિયાન પાકિસ્તાની મરીને ફાયરિંગ કરતા ભારતીય માછીમારોની બોટ મધદરિયો ઊંધીવળી ગઈ હતી. જેકો ભારતિય કોસ્ટગાર્ડેસએ તમામ ભારતીય માછીમારોને બચાવી લીધા હતા.

Advertisement

ભારતીય જળસીમામાં પાકિસ્તાન મરીને ફરી લખણ જળકાવ્યા હોય તેમ ગત મોડી રાત્રીના ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. જ્યારે બોટએ જળ સમાધી લીધી હતી. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ઓખાની બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લખણ ઝળકાવ્યા હોય તેમ રવિવાર રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. જેને પગલે સમુદ્રમાં નાશભાગ મચી ગઇ હતી. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હતા. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement