પહેલગામ હુમલાના માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ કસુરીએ પીએમ મોદીને ધમકી આપી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અને પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ટ સૈફુલ્લાહ કસુરીએ ફરી એકવાર ભારતને ધમકી આપી છે. તેણએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પીએમ મોદીને ધમકી આપી છે તેમજ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરની પ્રશંસા કરી છે. કાસુરી 4 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સેનાના સિનિયર અધિકારીઓ સાથે જોવા મળ્યો હતો.
કાસુરીએ સોશિયર મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, આસિમ મુનીરને અનુરોધ કરું છું કે તે નરેન્દ્ર મોદીએ એવી રીતે સબક શિખવાડે જેવી રીતે અમે 10 મેના રોજ શિખવાડ્યો હતો. જો કે, પુરી દુનિયાને ખબર છે કે, 10 મેના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કેવી તબાહી મચાવી હતી. જે પાકિસ્તાન વર્ષો સુધી નહીં ભૂલે, જો કે, પીએમ શરીફ પોતાની જનતાને ખુશ કરવા માટે ભારત સામે જીતના દાવા કરી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ભારત વિરોધી નિવેદનના વીડિયોને મોટા સ્તરે પ્રસારિત કરવામાં આવે છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ઉપર સૈફુલ્લા એ કહેતા દેખાડવામાં આવ્યો હતો કે, તે પૂરમાં બચાવની કામગીરી કરે છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક આતંકવાદી હાફિઝ સઈદના વિશ્વાસુ સૈફુલ્લાએ ભારત પર વોટર ટેરરિઝમનો આરોપ લગાવ્યો હતો. તેમજ દાવો કર્યો હતો કે, ભારત જાણી જોઈને પાકિસ્તાનમાં પૂર લાવવાનો પ્રયાસ કરે છે.
પાકિસ્તાનના પીએમ શરીફએ 26મી સપ્ટેમ્બરના રોજ સિંધુ જળ સંધિના ઉદ્દાને ઉઠાવતા ભારત ઉપર તેના નિયમોનો ઉલ્લંધનનો અને કરારને સ્થગિત કરવાનો આરોપ લગાવ્યો હતો.