અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઓવરસ્પીડ, ડાર્કફિલ્મ, અને પેસેન્જર ભરી દોડતા વાહનો પકડાયા
• સુરેન્દ્રનગર પોલીસે હાઈવે પર યોજી ડ્રાઈવ
• વાહનચાલકોને રૂપિયા 39.300નો દંડ કરાયો
• પોલીસે 5 વાહનો ડિટેઈન કર્યા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતા વાહનો, તેમજ વાહનો પર ડાર્કફિલ્મ, સિલ્ટબેલ્ટ ન બાંધવો, ચાલુવાહને મોબાઈલ પર વાતો તેમજ પેસેન્જરો ભરીને દોડતા વાહનચાલકો સામે દંડનીય પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઓવરસ્પિડમાં વાહન ચલાવતા 6 કારચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમજ અન્ય વાહનચાલકો સામે 30 જેટલા ગુના નોંધીને રૂપિયા 39,300નો દંડ કર્યો હતો. ઉપરાંત એક ડમ્પર, એક કાર, 1 બોલેરો પીકપ તેમજ બે ટુવ્હીલર સહિત કુલ 5 વાહનો ડિટેઇન કરાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં હાઈવે પર વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન કરે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાને પાઠ ભણાવવા માટે જિલ્લા પોલીસે ડ્રાઈવનું આયોજન કર્યું હતું. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગેરકાયદે પેસેન્જરો ભરીને દોડતા વાહનો સામે જિલ્લા ટ્રાફિક પોલીસે ડ્રાઇવ યોજી હતી. જેમાં 5 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ સહિતના નિયમોનો ભંગ કરતા 30 જેટલા ચાલકો સામે કેસ કરાયા હતા. આ કાર્યવાહીમાં રૂ. 39,300નો દંડ કરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગર શહેરી તેમજ હાઇવે માર્ગો પર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યાની સૂચના અને માર્ગદર્શન નીચે જિલ્લાના માર્ગો પર અકસ્માતો અટકાવવા તેમજ બેફામ દોડતા અને નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઇ એલ.બી.બગડા તેમજ સ્ટાફ દ્વારા અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ઓવરસ્પીડ, ડાર્ક ફિલ્મ, સીટ બેલ્ટ સહિતના નિયમોનો ભંગ કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. આ ઉપરાંત ઓવરસ્પીડથી વાહનો હંકારતા 6 ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે નિયમોનો ભંગ કરતા 30 જેટલા ચાલકો સામે કેસ કરાયા હતા અને રૂ. 39,300નો દંડ ફટકરાયો હતો. જ્યારે આ કાર્યવાહીમાં 1 ડમ્પર, 1 કાર, 1 બોલેરો પીકપ તેમજ બે ટુવ્હીલર સહિત કુલ 5 વાહનો ડિટેઇન કરાયા હતા.